ગજેન્દ્ર ચૌહાણની જગ્યાએ FTII ના નવા ચેરમેન બન્યા અનુપમ ખેર

અનુપમ ખેરને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ (એફટીઆઇઆઇ)ના નવા ચેરમેન બનાવામાં આવ્યાં છે. ગજેન્દ્ર ચૌહાણની જગ્યાએ અનુપમ ખેરને ચેરમેન બનાવામાં આવ્યાં છે.  ગજેન્દ્ર ચૌહાણને 2015માં એફટીઆઇઆઇના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવ્યા હતા, જેનો કેમ્પસમાં ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે ત્યારે ભાજપ સરકારે કોઇ બદલાવ કરવાનો ઇન્કાર કર્યો હતો. એફટીઆઇઆઇના ચેરમેનનો કાર્યકાળ સામાન્ય રીતે ત્રણ વર્ષનો હોય છે.

You might also like