અનુપમ ખેરે પોતાની મા ને શિમલામાં આપી ઘરની ભેટ

શિમલા: હિમાચલ પ્રદેશમાં મોટા થયેલા જાણીતા અભિનેતા અનુપમ ખેરે શિમલામાં ઘર ખરીદ્યુ છે. આ ઘર તેણે પોતાની મા ને ભેટમાં આપવા માટે ખરીદ્યુ છે. જાણવા મળી રહ્યું છે કે અનુપમ ખેરે પોતાનું બાળપણ અહીંયા પસાર કર્યું હોવાને કારણે તે પહેલાથી શિમલામાં ઘર ખરીદવા ઈચ્છતા હતાં. અભિનેતાએ ટ્વીટર પર વીડિયો શેર કરીને આ વાત પોતાના પ્રશંસકો અને ફોલોવર્સ સુધી પહોચાડી

પોતાની લાગણીઓ લોકો સાથે શેર કરતાં અભિનેતાએ વીડીયો ક્લીપમાં જણાવ્યું કે મારા પિતાજી અહીંયા વન-વિભાગમાં કાર્યરત હતા. અમારું પુરુ જીવન સરકારી ક્વાર્ટરમાં અને ભાડાના ઘરોમાં પસાર થયું છે, એ સમયે કોઈ કારણોસર હું ઘર ખરીદી શક્યો નહતો.

અભિનેતાએ જણાવ્યું કે આજે મારે શિમલા આવું પડ્યું છે મેં અહિંયા નાનું ઘર ખરીદ્યુ છે. જે હું મારી માને ભેટ સ્વરૂપે આપવાનો છું, માં બહુ  ખુશ છે અને કાલથી તેની આંખોમાં ખુશીના આસું છે.

ઉલ્લેખનીય છે કે અનુપમ ખેરનો જન્મ 1955માં શિમલાના એક કાશ્મિરી પંડિત કુટુંબમાં થયો હતો.

You might also like