પાક.ના હાઈકમિશ્નર બાસિતે અનુપમને વિઝાની ઓફર કરી

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક અનુપમ ખેરને પાકિસ્તાન દ્વારા વિઝા ન આપવાના મુદ્દે કોંગ્રેસ પ્રવકતા મનીષ તિવારીએ કોમેન્ટ કરી છે. તેમણે ટ્વિટર પર કહ્યું છે કે અનુપમ ખેરે આ અંગે પીએમ નરેન્દ્ર મોદી પાસે મદદ માંગવી જોઇએ જેથી તે પાકિસ્તાનના પીએમ નવાજ શરીફ સાથે વાત કરીને તેમને ત્યાં મોકલી શકે.

મનીષ તિવારીએ ટ્વિટ કર્યું, ‘જો સહનશીલ ભારતના પોસ્ટર બોયને પાકિસ્તાન જવાનો આટલો બધો શોખ છે તો તેમના મિત્ર નરેન્દ્ર મોદી પોતાના મિત્ર નવાજ શરીફ સાથે વાત કરીને તેમને ત્યાં મોકલી શકે છે અને વિઝા અપાવામાં તેમની મદદ કરી શકે છે?’ આ નિવેદનથી મનીષ તિવારીના ફકત અનુપમ ખેર પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની પણ મજાક ઉડાવી છે.

ગત વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનથી પરત ફરતી વખતે અચાનક પાકિસ્તાન ગયાને ત્યાં લગ્નમાં હાજરી આપી. અત્રે ઉલ્લેખનીય છે કે કરાંચીમાં એક સાહિત્ય મહોત્સવમાં ભાગ લેવા માટે જઇ રહેલા બોલિવૂડ એકટરે કહ્યું હતું કે વિઝા ન મળવાથી હું નિરાશ છું. તેમણે કહ્યું કે ભારતથી કેટલાક ૧૮ લોકો આ મહોત્સવમાં ભાગ લેવાના હતા અને બાકી ૧૭ લોકોને વિઝા મળી ગયા, જયારે ફકત તેમને વિઝા આપવાની મનાઇ કરી દીધી.

You might also like