આ અભિનેતાએ મનમોહન સિંહની ચાલ કરી કોપી, Video આવ્યો સામે

પ્રસિદ્ધ રાજકીય ટીકાકાર અને નીતિ વિશ્લેષક સંજય બરુ દ્વારા ‘ધ એક્સિડેનટલ પ્રાઈમ મિનિસ્ટર: ધ મેકિંગ એન્ડ અનમિકંગ ઓફ મનમોહન સિંહ’ પર બનાવવામાં આવેલી ફિલ્મના સેટનો પહેલો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. તેમાં બોલિવુડ અભિનેતા અનુપમ ખેર મનમોહન સિંહનો પાત્ર ભજવી રહ્યા છે.

આ લૂક લંડનમાં સેટ છે જ્યાં અનુપમ ખેર ઓફિસમાંથી બહાર આવે છે. આ ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના કાર્યાલય સમય વિશે વાત કરશે.

સંજય બરુ, હાલમાં ભારતીય ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) માં સક્રિય, મે 2004થી ઓગસ્ટ 2008 સુધીના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના મીડિયા સલાહકાર હતા. તેમની પુસ્તક 2014ની લોકસભાની ચૂંટણીની આસપાસ રજૂ કરવામાં આવી હતી.

જ્યારે અક્ષય ખન્ના ફિલ્મમાં સંજય બરૂની ભૂમિકામાં જોવા મળશે, ત્યારે યુકેમાં જન્મેલા ભારતીય અભિનેતા અર્જુન માથુર કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની ભૂમિકામાં દેખાશે.

ગત વર્ષે આ પ્રોજેક્ટમાં જોડાવાની વાત કરતા અક્ષય ખન્નાએ જણાવ્યું હતું કે, “હું આ ફિલ્મમાં જોડાવા માટે ઘણો ઉત્સાહિત છું, જે ઘણા સ્તરોમાં ગેમ ચેન્જર બની શકે છે.” અક્ષયે બરુની પુસ્તક વિશે કહ્યું હતું, “જે રીતે તેમણે આ પુસ્તક લખ્યું છે, તેની પ્રશંસા કરવાની જરૂર છે.”

નોંધપાત્ર રીતે, ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકા જર્મન અભિનેત્રી સુસાન બર્નેટ (35) હશે. માહિતી મુજબ, આ ફિલ્મમાં 140 કરતાં વધુ લોકોની સ્ટારકાસ્ટ છે જેમાં વિનોદ મહેતા, સીતારામ યેચુરી, એ રાજા, એપીજે અબ્દુલ કલામ, લાલુ પ્રસાદ યાદવ, સુષ્મા સ્વરાજ, અમરસિંહ, કપિલ સિબ્બલ, જ્યોતિ બસુ, ગુરુશરન કૌર, પ્રણવ મુખર્જી, નટવર સિંઘ, પીવી નરસિંહ રાવ, અજિથ પિલ્લાઈ, શિવરાજ પાટિલ, અર્જુન સિંહ, ઉમા ભારતી અને માયાવતી જેવા નેતાઓની ભૂમિકા ભજવવા માટે અભિનેતાઓને ફાઈનલ કરવામાં આવ્યા છે.

આ ફિલ્મ 21 ડિસેમ્બર, 2018 ના રોજ રિલીઝ થઈ શકે છે અને જો આ તારીખે રિલીઝ કરે તો, તે શાહરૂખ ખાનની ‘ઝીરો’ સાથે બોક્સ ઓફિસ પર લડશે.

You might also like