તામિલનાડુની અનુકૃતિ વાસ બની મિસ ઇન્ડિયા, હરિયાણાની મીનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનરઅપ

ફેમિના મિસ ઇન્ડિયા 2018 કોન્ટેસ્ટના પરિણામને લઇને લોકોની ઉત્સુકતા પુરી થઇ છે. તમિલનાડુની અનુકૃતિ વાસ 2018 મિસ ઇન્ડિયા બની છે. અનુકૃતિ વાસે 29 અન્ય પ્રતિસ્પર્ધીને પછાડીને આ ખિતાબ જીત્યો છે. મોડી રાત સુધી ચાલેલી સ્પર્ધામાં મિસ વર્લ્ડે માનુષી છિલ્લરે તેણે તાજ પહેરાવ્યો.

દેશની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા એફબીબી કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા 2018નું આયોજન મંગળવારની રાત્રે મુંબઇમાં થયું હતું. ફિલ્મી કલાકારો વચ્ચે યોજાયેલ રંગારંગ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલ ખૂબસુરત પ્રતિયોગિતાઓએ તાજ માટે દાવેદારી રજૂ કરી. આ પ્રતિયોગિતામાં હરિયાણાની મીનાક્ષી ચોધરી ફર્સ્ટ રનર અપ અને આંધ્ર પ્રદેશની શ્રેયા રાવ સેકન્ડ રનર અપ બની છે.

ફેમિના મિસ ઈન્ડિયા 2018 પ્રતિયોગિતાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેની વિજેતા અનુકૃતિ વાસ બની છે. તામિલનાડુમાં રહેનારી અનુકૃતિ વાસે 29 પ્રતિસ્પર્ધીઓને હરાવીને મિસ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો છે. મુંબઈમાં યોજાયેલી આ સ્પર્ધામાં હરિયાણાની મીનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનરઅપ અને આંધ્રપ્રદેશની શ્રેયા રાવ સેકન્ડ રનરઅપ રહ્યા.

આ ઈવેન્ટના જજ પેનલમાં બોલીવુડ એકટ્રેસ મલાઈકા અરોડા, અભિનેતા બોબી દેઓલ, કુનાલ કપૂર, ક્રિકેટર ઈરફાન પઠાન અને કે.એલ. રાહુલ હતા. આ સિવાય 2017માં મિસ ઈન્ડિયા રહી ચૂકેલી માનુષી છિલ્લર પણ ઉપસ્થિત રહી હતી. માનુષીએ જ અનુકૃતિને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો.

You might also like