એન્ટિડિપ્રેશનની દવાઓના કારણે મોતિયો થવાની શક્યતા બમણી

મિડલ એજ વખતે જે સ્ત્રી-પુુુરુષો એન્ટિ-ડિપ્રેશનની દવાઓનું નિયમિત સેવન કરતાં હોય છે. તેમને આંખમંા મોતિયો થવાની શક્યતા બમણી થઇ જાય છે. અભ્યાસકર્તાઓએ ૧૯,૦૦૦ પ્રૌઢોના સ્વાસ્થ્યનો સ્ટડી કરીને મોતિયા અને ડિપ્રેશનની દવા વચ્ચેનો સંબંધ શોધ્યો છે. આંખના લેન્સના રિસેપ્ટર્સ પર મગજમાંથી સ્ત્રવતા સેરેટોનિન કેમિકલની અસર થાય છે.

વધુ માત્રામાં સિન્થેટિક સેરેટોનિન લેવામાં આવે તો એ લેન્સને ધૂંધળો બનાવે છે. જે લાંબા ગાળે મોતિયાનું સ્વરૂપ લે. પંચાવન વર્ષથી નાની ઉંમરના લોકોમાં મોતિયા અને એન્ટિ- ડિપ્રેસન્ટ દવાઓવચ્ચે એટલો મોટો સંબંધ જોવા મળ્યો નહોતો.

You might also like