એન્ટીબાયોટિક અને એન્ટી ડાયાબીટીસ દવાઓ 10-35 ટકા સુધી સસ્તી થઇ

નવી દિલ્હીઃ સામાન્ય રીતે વપરાશમાં લેવાતી એન્ટીબાયોટિક અને એન્ટી ડાયાબીટીસ દવાઓ 10-35 ટકા સુધી સસ્તી થઇ ગઇ છે. રાષ્ટ્રીય ઓષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (એનપીપીએ)એ ડાયાબીટીસના ઇલાજમાં ઉપયોગમાં લેવાતી 25 દવાઓની કિંમત ઘટાડી દીધી છે.

એનપીપીએના ચેરમેન ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું છે કે નવી કિંમત તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે આ 25 દવાઓ પહેલા પણ સરકારના નેજાહેઠળ હતી. પરંતુ નવી કિંમતથી ગ્રાહકોને વધારે રાહત થશે. જરૂરીયાત વાળી દવાઓને સસ્તી કિંમતે લોકો સુધી પહોંચાડવી તે મહત્વની બાબત હતી.

તેથી જ દરેક નેશનલ લિસ્ટ ઓફ અસેન્શલ મેડિસિન(એનએલઇએમ) સાથે દવાઓની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. એનએલઇએમ દ્વારા આવનારી તમામ દવાઓની કિંમત વાર્ષિક ધોરણે હોલસેલ ભાવ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ)માં પરિવર્તન સાથે બદલી શકે છે. સિંહે જણાવ્યું છે કે તેનો મુખ્ય ઉદ્દેશ દરેક બ્રાન્ડની દવાઓને એક જ કિંમતે ગ્રાહકોને મળી રહે તે છે. જેથી ગ્રાહક તેમની જરૂરિયાત પ્રમાણે તેની પસંદગી કરી શકે.

You might also like