‘એન્ટિ-થેફ્ટ બેગ’ બનાવવા એનઅાઈડી સાબરમતી જેલના કેદીઓની મદદ લેશે

અમદાવાદ: ચોર અને ગુનેગાર થઈ જજો સાવધાન! તમે કોઈ પણ વ્યક્તિના પર્સ, પર્સમાંથી ચોરી નહીં કરી શકો, કારણ કે હવે અાવી રહી છે એ‌િન્ટ-થેફટ બેગ. સાબરમતી સેન્ટ્રલ જેલના ૨૫થી ૩૦ કેદીઅો એનઅાઈડીના પ્રોફેસર તથા વિદ્યાર્થીઅોને ટીપ્સ અાપી અને એ‌િન્ટ-થેફટ બેગની ડિઝાઈન બનાવશે. ટૂંક સમયમાં અા પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરાશે અને અાગામી અઠવાડિયે અા પ્રોજેક્ટ પર જેલમાં વર્કશોપ યોજાશે.

જેલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં પર્સને બ્લેડ મારી તેમાંથી ચોરી, પર્સની ઉઠાંતરી, પર્સનું લોક ખોલી ચોરીના બનાવો બનતા હોય છે. અાવા બનાવો અટકે તે માટે નેશનલ ઇ‌િન્સ્ટટ્યૂટ અોફ ડિઝાઈન (એનઅાઈડી) અને સાબરમતી સેન્ટ્રલ જેલના ૨૫થી ૩૦ કેદીઅો દ્વારા મળી એ‌િન્ટ-થેફટ બેગની ડિઝાઈન બનાવવામાં અાવી રહી છે.

જેલમાં બંધ પીક પોકેટિંગ અને બેગની ચોરીઓમાં સંડોવાયેલા કેદીઅોના જણાવ્યા મુજબ મોટા ભાગના ચોરો દ્વારા પર્સને બ્લેડ મારી અને અંદરથી પૈસા તેમજ અન્ય કીમતી વસ્તુઅોની ચોરી કરવામાં અાવતી હોય છે, જેથી પર્સને જ તેટલાં મજબૂત બનાવવાં જોઈઅે કે તે સામાન્ય બ્લેડથી પણ ન તૂટે.

અા પાઈલટ પ્રોજેક્ટમાં માત્ર સામાન્ય પર્સ નથી, પરંતુ મોટી બેગની પણ સલામતી માટે અેવી ડિઝાઈન બનાવાશે કે જેથી સૂટકેસ વગેરેની ચોરી થાય, પરંતુ તેનાં લોક એવાં હોય કે ચોર તેને તોડી ન શકે. અાગામી ૨ અને ૩ માર્ચના રોજ જેલમાં વર્કશોપનું અાયોજન કરાયું છે. લંડનના પ્રોફેસર પણ અા સેમિનારમાં ભાગ લેશે તેમ જેલ સુપરિન્ટેન્ડેન્ટ સુનીલ જોશીઅે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે એનઅાઈડીના પ્રોફેસર પ્રવીણ નાહર અને દસ જેટલા સ્ટુડન્ટ દ્વારા ભેગા મળી અા પ્રોજેક્ટ પર કામ કરવામાં અાવી રહ્યું છે. અા પ્રોજેક્ટ અંતર્ગત કેદીઅો અને NID સાથે મળી એવી બેગની ડિઝાઇન બનાવાશે કે જેની ચોરી ન થાય.  ટૂંક સમયમાં જ અા એ‌િન્ટ-થેફટ બેગની ડિઝાઈન બનાવીને તેને ડેવલપ કરાશે તેમ સૂત્રોઅે ઉમેર્યું હતું.

You might also like