એન્ટિ-બેક્ટેરિયલ સાબુનો વધુ પડતો ઉપયોગ બાળકના પેટના બેક્ટેરિયા બદલી નાખે

પ્રેગ્નન્સી દરમિયાન અથવા તો બ્રેસ્ટ-ફીડિંગ દરમિયાન એન્ટિ-બેક્ટેરિયલ સાબુનો વધુપડતો ઉપયોગ ગર્ભસ્થ અથવા તો નવજાત શિશુના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેનેસીના રિસર્ચરોનું કહેવું છે કે એન્ટિ-બેક્ટેરિયલ સાબુમાં ટ્રાઈક્લોકાર્બન નામનું કેમિકલ ખૂબ વપરાય છે. પ્રેગ્નન્સી દરમિયાન ચેપી રોગોથી રક્ષણ અાપવા માટે અાવા સાબુ અથવા તો કેમિકલ્સનો ઉપયોગ કરવામાં અાવે છે. પણ અા કેમિકલ્સ ત્વચાના લોહીમાં ભળીને અાંતરડાના પાચનને સહાયભૂત થાય તેવા બેક્ટેરિયામાં પરિવર્તન લાવી દે છે તેના કારણે ઓબેસિટી, ડાયાબિટીસ અને ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવા રોગના બી નખાઈ જાય છે.

You might also like