એન્ટિ એજિંગ ઈફેક્ટને દૂર ભગાવતાં ફેશિયલ

આજની યુવાપેઢી ૩૦ વર્ષની ઉંમર વટાવે એટલે પોતાની ત્વચા માટે વધુ સભાન બને છે. વધતી ઉંમરને લીધે પર આવતી એજિંગ ઈફેક્ટસને ખાળવા યુવાઓ બોટોક્સ ટ્રીટમેન્ટ લેતા થયા છે. આ ટ્રીટમેન્ટ નિષ્ણાત પાસે લેવામાં ન આવે તો તેના ગેરફાયદા પણ છે. બોટોક્સ ટ્રીટમેન્ટ પહેલાં નોનસર્જિકલ ટ્રીટમેન્ટ તરીકે માર્કેટમાં ખાસ ફેશિયલ ઉપલબ્ધ છે જે અંગે કેટલીક ટિપ્સ…

વધતી ઉંમર સાથે જો ત્વચાની અને ખાસ કરીને ચહેરાની સંભાળ રાખવામાં ન આવે તો ચહેરો નિસ્તેજ બનવાની સાથેસાથે ચહેરા પર ફાઈનલાઈન, રિંકલ વગેરે થવા લાગે છે. આ તમામથી છુટકારો મેળવવા યુવાનો બોટોક્સ ટ્રીટમેન્ટ લે છે, પરંતુ ક્યારેક આ ટ્રીટમેન્ટનાં રિએક્શન પણ આવે છે.

આ અંગે ધ બેબ હેર એન્ડ બ્યુટી સ્ટુડિયોનાં નીતુ હરિયાણી કહે છે કે જો બોટોક્સ ટ્રીટમેન્ટ દરમિયાન નિષ્ણાત જો સ્ટ્રોંગ પીલિંગ કરે તો તેનાથી ત્વચાને ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં માર્કેટમાં મળતાં એન્ટિ એજિંગ મસાજ ટ્રાય કરી લેવા જોઈએ. હવે આંતરરાષ્ટ્રીય કંપનીઓ નેનો બાયોટેકનોલોજીની મદદથી નેચરલ પ્રોડક્ટ્સ બનાવે છે, જેની અસર ધીમી નક્કર હોય છે, પરંતુ તેની આડઅસર બિલકુલ હોતી નથી.

વધતી ઉંમર સાથે થતી સમસ્યાઓ
ઉંમર વધવાની સાથે એન્ટિ એજિંગ ઈફેક્ટસ ચહેરા પર વર્તાવા લાગે છે. ચહેરાની ત્વચા ડ્રાય બને છે અને તેનું મોઈશ્ચર ઓછું થઈ જવાથી ચહેરો નિસ્તેજ લાગવા માંડે છે. જો આ પ્રકારની કોઈ જ સમસ્યા ન હોય તો પણ સ્કિનને મેન્ટેન કરવા માટે મહિનામાં એક વખત સ્કિનટોન મુજબનું ફેશિયલ લેવું જોઈએ. જો પિગમેન્ટેશન, ડ્રાયનેસ, એજિંગ વગેરે જેવી કોઈ સમસ્યા હોય તો સ્કિનટોન અને સમસ્યા મુજબના એન્ટિ એજિંગ ફેશિયલ્સ ટ્રાય કરવાં જોઈએ.

વિવિધ પ્રકારનાં ફેશિયલ
* એન્ટિ એજિંગ માટે કૉલાજન અને ઈલેસ્ટિન ફેશિયલથી ફાઈનલાઈન દૂર થાય છે. આ માટે ઓછામાં ઓછા બે અને બાદમાં જરૂરિયાત મુજબની સીટિંગ લેવાની હોય છે. ટ્રીટમેન્ટ દરમિયાન ક્લીન્ઝિંગ, મસાજ, સ્ટીમિંગ અને સ્કિનટોન મુજબના પેકનો સમાવેશ થાય છે.
* સ્કિન ગ્લૉ માટે બ્રાઈટનિંગ ફેશિયલ લઈ શકાય. ટાયર્ડ સ્કિનને ફ્રેશ લુક આપવા તે ઉપયોગી છે
* સ્કિન ડ્રાય હોય તો તેમાં મોઈશ્ચર લાવવા હાઈડ્રેટિંગ ફેશિયલ કરાવો
* તમામ ફેશિયલ સીટિંગ દીઠ ૧૨૦૦થી ૫૦૦૦ની કિંમતમાં ઉપલબ્ધ છે
* ફેશિયલ લેવાની સાથે ત્વચાને તંદુરસ્ત રાખવા યોગ્ય સનસ્ક્રીન લોશન, નાઈટક્રીમ, એક્સરસાઈઝ, હેલ્ધી ડાયટ અને પૂરતી ઊંઘ પણ એટલાં જ જરૂરી છે.

સોનલ અનડકટ

You might also like