માત્ર 20 સવાલનાં જવાબ આપો અને PM સાથે મુલાકાત કરો

નવી દિલ્હી : શું તમે વડાપ્રધાન મોદીનાં ફેન છો અને તેમને મળવા માંગો છો ? તો તમારા માટે આ સમાચાર ઘણા મહત્વનાં છે. તમે પાંચ મિનિટમાં સરકારનાં કામકાજ સાથે જોડાયેલા 20 સવાલોનાં જવાબ આપો છો તો વડાપ્રધાન સ્વયં તમને મળશે. મોદી સરકારનાં બે વર્ષ પુરા થવા પ્રસંગે આ ઓનલાઇન ક્વિઝ ચાલુ કરવામાં આવ્યા છે. સરકાર તપાસ કરવા માંગે છે કે નાગરિકોને મોદી સરકારની યોજના અને તેનાં પરિણામો અંગે કેટલી જાણકારી છે.

આ ક્વિઝ માય ગવર્નમેન્ટ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી ચુક્યું છે. અહીં લખવામાં આવ્યું છે કે જો તમે ક્વિઝમાં પુછાયેલા સવાલોનાં યોગ્ય ઉતર આપશો તો વડાપ્રધાનનાં હસ્તાક્ષર કરેલ સર્ટિફિકેટ મળશે. સાથે વ્યક્તિગત્ત મુલાકાતની તક પણ મળી શકે છે. દરેક વખતે પુછવામાં આવતા 20 સવાલ અલગ અલગ હોય છે.

પુછાતા સવાલો

– વર્ષ 2014-15માં દેશની સોલર એનર્જી ક્ષમતા કેટલી વધી ?
– ઇન્દ્રધનુષ યોજના હેઠળ પહેલીવખતમાં કેટલા બાળકોને રસી પીવડાવવામાં આવી ?
– નાણાકીય વર્ષ 2015-16માં કેટલા ઇન્કમટેક્સ રિટર્ન ઓનલાઇન ભરવામાં આવ્યા.
– ગ્રામોદયથી ભારત ઉદય યોજનાં ક્યાંથી ચાલુ કરવામાં આવી ?

સરકારને વડાપ્રધાન જનધન યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અને સ્વચ્છ ભારત યોજના અંગે લોકોનાં મંતવ્યો જાણવા માંગે છે. માય ગવર્નમેનટ વેબસાઇટનાં અનુસાર સરકારનું માનવું છે કે લોકોની પ્રતિક્રિયાઓ ભવિષ્ની યોજનાઓમાં મદદ કરશે. લોકોનું દિશાનિર્દેશન પણ તેમનાં મંતવ્યો જાણીને મળી શકશે.

You might also like