પ્રિયા પ્રકાશ વારિયરનો વધુ એક વીડિયો થયો Viral

નવી દિલ્હી, શનિવાર અગાઉ ૨૬ સેકન્ડના વીડિયોથી ઈન્ટરનેટ પર સનસનાટી ફેલાવી દેનારી મલયાલમ ફિલ્મોની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરનો વધુ એક વીડિયો વાઈરલ થતાં તેને ફરી અનેક લોકોએ નિહાળ્યો છે.

આ વીડિયોમાં પ્રિયાની ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’નું એક ગીત જોવા મળે છે તેમાં પ્રિયા એક સ્કૂલની લેબોરેટરીમાં હોય છે અને તેને ઈશ્ક લડાવતી તેની આગવી અદામાં દર્શાવવામાં આવી છે.

આ વીડિયોમાં પ્રિયાને તેની સહઅભિનેત્રી પણ તેને ખૂબ જ પ્રેમથી નિહાળી રહી છે. આ વીડિયો યુટ્યૂબ પર ટ્રેન્ડ થઈ રહ્યો છે અને તેને અનેક લોકો નિહાળી રહ્યા છે. આ વીડિયોમાં પ્રિયાનું નવું ગીત રજૂ થવાની ખાસિયત એટલા માટે છે કે તેમાં તેની ખાસ અદા દર્શાવવામાં આવી છે, જેમાં તેનો ખૂબસૂરત ચહેરો સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

આ ગીત સ્કૂલમાં ગવાઈ રહ્યું છે અને ગીતને સાંભળી રોશનને તેનો દીવાનો થઈ ગયેલો દર્શાવવામાં આ‍વી રહ્યો છે. આ ગીતમાં માહોલ અને ગીત બંનેની કમાલ જોવા મળે છે, જોકે તેમાં પ્રિયા પ્રકાશનો અભિનય પણ ખૂબ જ સંુદર છે, તેમાં પણ તેની મુશ્કાન જ તેની ખાસ યુએસપી છે.

 

ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’ને ઉમર લુલુએ ડાયરેક્શન આપ્યું છે અને તેના ગીતની ધૂન રહેમાનની છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે અને ત્યાં સુધી હજુ પ્રિયાના આ રીતના ધમાકા આવા રહેશે. પ્રિયા અત્યાર સુધીમાં ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોના ૬૦ લાખના આંકડાને પાર કરી ચૂકી છે અને તે પ્રમોશન પોસ્ટ માટે આઠ લાખનો ચાર્જ લેતી હોવાનંુ બહાર આવ્યું છે.

You might also like