એકબીજાની ટીમનું સમર્થન કરી રહ્યા છે પ્રશંસકોઃ માર્ક ઝકરબર્ગ

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ પર પણ આઇસીસી ટી-૨૦ વર્લ્ડકપનો રોમાંચ છવાઈ ગયો છે. ઝકરબર્ગે દિલચસ્પ આંકડા રજૂ કર્યા છે. તેણે કહ્યું છે કે વર્તમાન ટી-૨૦ વર્લ્ડ કપ દરમિયાન ફેસબુક પર પાકિસ્તાનના અનેક ક્રિકેટ પ્રેમીઓએ ભારતીય ટીમનું સમર્થન કર્યું છે તો અનેક ભારતીયો પણ પાકિસ્તાની ક્રિકેટ ટીમનું સમર્થન કરી રહ્યા છે.

ઝકરબર્ગે લખ્યું છે, ”દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓએ ફેસબુકની પ્રોફાઇલ પિક ફ્રેમ્સનો ઉપયોગ કરીને પોતાની પસંદગીની ટીમનું સમર્થન દેખાડવા માટે પ્રોફાઇલ ફ્રેમ બનાવી ચૂક્યા છે.” ઝકરબર્ગે ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું છે કે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમી કંઈક અલગ કરી રહ્યા છે. હજારો ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ પોતાના પ્રોફાઇલ પિક્ચર માટે પાકિસ્તાની ફ્રેમને પસંદ કરી છે. ઝકરબર્ગની આ પોસ્ટને ૧.૨ લાખથી વધુ ફેસબુક યુઝરે લાઇક કરી છે.

You might also like