પઠાણકોટથી વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ

નવી દિલ્હી: પંજાબ પોલીસે ગુરૂવારે પઠાણકોટથી પાકિસ્તાનના વધુ એક જાસૂસની ધરપકડ કરી છે. કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે. આરોપીની પંજાબમાં મોગા જિલ્લાના રહેવાસીની સંદીપ તરીકે ઓળખ થઇ છે.

પોલીસે સંદીપને કોર્ટમાં રજૂ કર્યો, ત્યારબાદ તેને ત્રણ દિવસ પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. તે પાકિસ્તાની જાસૂસ ઇરશાહ અહેમદની સાથે કામ કરતો હતો, તેની 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

પઠાણકોટ પોલીસે ગુરૂવારે સવારે એરબેસ પાસેથી શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી હતી. તે સવારે 7 વાગે એરબેસની આસપાસ ફરી રહ્યો હતો. ટોચના સૂત્રોએ જણાવ્યંન હતું કે તે સંદિગ્ધ ઉત્તર પ્રદેશના કાનપુર શહેરનો રહેવાસી છે. સુરક્ષા એજન્સીઓ પણ તેની સાથે પુછપરછ કરી રહી છે.

ઇરશાદ નામનો એજન્ટ પઠાણકોટમાં મૈમસ કેંટની અંદર એક મજૂરની નોકરીના બહાને જાસૂસી કરી રહ્યો હતો. ઇન્ટેલિજન્સ એજન્સીઓએ તેની પાસેથી એક સ્માર્ટફોન પ્રાપ્ત કર્યો હતો, જેમાં સંસ્થાના કેટલાક સંવેદનશીલ ફોટા મળ્યા હતા. 2 જાન્યુઆરીના રોજ જૈશ-એ-મોહમંદના આતંકવાદીઓએ પઠાણકોટ એરબેસ પર હુમલો કર્યો હતો.

You might also like