ઓફિસ ઓફ પ્રોફિટ મુદ્દે આપનાં 27 ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ

નવી દિલ્હી : દિલ્હીની કેજરીવાલ સરકાર પર જો રોજનો એક નવો કેસ અથવા આરોપ ન થાય તો તે દિવસ નવાઇનો કહેવાય. ચૂંટણી પંચમાં આમ આદમી પાર્ટીનાં 27 ધારાસભ્યોની વિરુદ્ધ ઓફીસ ઓફ પ્રોફિટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિભોર આનંદ નામનાં કાયદા વિદ્યાર્થી તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવાયું કે પોતાનાં વિસ્તારનાં અલગ અલગ સરકારી હોસ્પિટલમાં 27 ધારાસભ્યો રોગી કલ્યાણ સમિતીનાં અધ્યક્ષ બનાવાયા છે.

વિભોર આનંદ નામનાં કાયદાનાં વિદ્યાર્થી તરફથી દાખલ કરવામાં આવેલી પિયાદમાં કહેવામાં આવ્યું છે કે પોતાનાં વિસ્તારનાં અલગ અલગ સરકારી હોસ્પિટલમાં 27 ધારાસભ્યો રોગી કલ્યાણ સમિતીનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા. જ્યારે કેન્દ્ર સરકારની 2015ની ગાઇડલાઇનનાં હિસાબથી માત્ર સ્વાસ્થય મંત્રી, ક્ષેત્રીય સાંસદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ અથવા તો પછી જિલ્લા અધિકારી જ રોગી કલ્યાણ સમિતીનાં અધ્યક્ષ બની શકે છે.

ક્ષેત્રીય ધારાસભ્ય માત્ર આ સમિતીનાં સભ્ય જ બની શખે છે. તમામ 27 ધારાસભ્યોને દરેક હોસ્પિટલમાં ઓફીસ માટે જગ્યા આપવામાં આવી છે. કેટલાક અધિકારીઓ આ અંગે પોતાનો વિરોધ પણ વ્યક્ત કરી ચક્યા છે. અલકા લાંબાને પાચં હોસ્પિટલની સમિતીનાં અધ્યક્ષ બનાવાયા છે. જરનૈલ સિંહને બે હોસ્પિટલમાં અધ્યક્ષ બનાવાયા છે. નરેશ યાદવ પણ અધ્યક્ષ તેનું નામ પાર્લામેન્ટ સેક્રેટરી વાળી ગત્ત ઓફીસ ઓફ પ્રોફીટ મુદ્દે પણ સમાવાયું છે.

રોગી કલ્યાણ સમિતીનાં અધિકાર
– અસ્થાયી કર્મચારીઓની ભર્તી કરવાનાં અધિકાર જેમાં ડોક્ટરનો પણ સમાવેશ થાય છે.
– હોસ્પિટલ પરિસરમાં રહેલી તમામ દુકાનો ભાડે/લીઝ પર આપવાનો અધિકાર. જેની કમાણી સમિતીની પાસે આવે છે.
– હોસ્પિટલમાં 2 લાખ રૂપિયા સુધીનું કોઇ બાંધકામ પણ સમિતી અધ્યક્ષ કરી શકે છે.

You might also like