વડોદરા: ‘જીસકા કર્જ ઉતારના થા વો ઉતાર દિયા”, ભાજપ નેતા દ્વારા વધુ એક વિવાદિત પોસ્ટ કરવામાં આવી…

વડોદરામાં ભાજપના નેતાએ વધુ એક વિવાદિત ફેસબુક પોસ્ટ કરી છે. વિકાસ દુબેએ પોસ્ટમાં લખ્યું છે કે જીસકા કર્જ ઉતારના થા વો ઉતાર દિયા..સાથે જ આગામી દિવસોમાં આ મામલે ભાંડો ફોડીને સત્ય સામે લાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વિકાસ દુબેએ રંજનબેન પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે.

વિકાસે ભ્રષ્ટાચાર અને હિટલર શાહી ચલાવતા હોવાનો આક્ષેપ લગાવ્યો. મહત્વનું છે કે રંજનબેન ભટ્ટ વડોદરાના સાંસદ અને શહેર ભાજપ પ્રમુખ છે. નોંધનિય છે કે ગઈકાલે પણ વિકાસ દુબેએ ફેસબુક પોસ્ટ કરી હતી. જે બાદ તેને પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પદેથી હટાવી દીધા હતા.

You might also like