એન્યુઅલ રજિસ્ટ્રેશન નંબરની મુદત વધારવા માટે માગ કરાઈ

અમદાવાદ: જીએસટીના એન્યુઅલ રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટેની મુદત વધારવાની માગ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ૩૦ એપ્રિલે આઇએફપી પોર્ટલ-ઇન્વેસ્ટર ફેસિલિએશન પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે સાઇટ બંધ થઇ ગઇ હતી, જે જૂનથી શરૂ થાય છે અને માત્ર બે સપ્તાહમાં વેપારીઓએ એન્યુઅલ રજિસ્ટ્રેશન નંબર મેળવવાની પ્રોસિજર પૂરી કરવી પડશે.

બાર એસોસિયેશનના અગ્રણીના જણાવ્યા પ્રમાણે જીએસટીના એઆરએન-એન્યુઅલ રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે ઘણી લાંબી પ્રોસિજર છે તથા રાજ્યના ૪,૫૦,૦૦૦થી વધુ ડીલર્સમાંથી માત્ર ૩૦ ટકા ડીલર્સે ૩૦ એપ્રિલ સુધીમાં એઆરએન મેળવ્યા છે એટલે કે રાજ્યના હજુ ૨,૮૦,૦૦૦ કરતા પણ વધુ વેપારીઓ એઆરએન મેળવવાના બાકી રહે છે, જેના માટે આઇએફપીની પોર્ટલ પણ હાલ બંધ છે, જે જૂનમાં ખૂલશે અને તેના માટે બે સપ્તાહનો સમયગાળો સરકારે આપ્યો છે. જે વધારીને એક મહિનાનો કરવાની બાર એસોસિયેશન દ્વારા માગ કરવાં આવી રહી છે.
http://sambhaavnews.com/

You might also like