અન્નાએ કેજરીવાલને લખ્યો પત્ર, આપ્યો ઠપકો

નવી દિલ્હીઃ સમાજસેવી અન્ના હજારેએ અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વખત પોતાની નારાજગી સાથે પત્ર લખ્યો છે. અન્ના હજારેએ આમ આદમી પાર્ટીના ફંડના નાણા સાર્વજનિક ન કરવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અન્ના કહે છે કે આમ આદમી પાર્ટી પણ અન્ય રાજનીતિક પાર્ટીઓની હોળમાં આવી ગઇ છે. સાથે જ સવાલ પણ કર્યો છે કે શું દેશમાં સ્વરાજ લાવવાની આ યોગ્ય રીત છે?

આ પહેલાં ‘આપ’ ના ફંડ બંધ કરવાની ચળવળ શરૂ કરવા જઇ રહેલ પાર્ટીના પૂર્વ એનઆરઆઇ સમર્થકોએ અન્ના હજારેની મુલાકાત લીધી હતી. પાર્ટી ભ્રષ્ટાચાર કરી રહી હોવાનો એનઆરઆઇ સમર્થકોનો આરોપ છે. જેને પગલે રાજઘાટ પર શનિવારે અભિયાન શરૂ થવાનું છે. ત્યારે આ મામલે અન્ના હજારેએ અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે.

અન્ના હજારેએ કેજરીવાલને પ્રથમ વખત પત્ર લખવા સાથે જણાવ્યું છે કે રાજઘાટ પર ફંડ બંદ સત્યાગ્રહની શરૂઆત એક દુઃખદ ઘટના છે. આપે પ્રજાને એક એક પૈસાનો હિસાબ આપવો જોઇએ. પરંતુ તે પોતાના વચનો નિભાવી નથી રહ્યાં. આજે સવારથી રાજઘાટ પર ફંડ બંધ સત્યાગ્રહ શરૂ થયો છે. જેમાં એનઆરઆઇ સભ્યો, આઇએસી સાથે જોડાયેલા લોકો સાથે આપની નીતીઓ સાથે નારાજગી ધરાવતા કાર્યકર્તાઓ પણ જોડાયા છે.

home

You might also like