મહારાષ્ટ્રના CM ફડણવીસે જયુસ પીવડાવી અણ્ણા હઝારેને કરાવ્યાં પારણા

સામાજિક કાર્યકર અણ્ણા હઝારે છેલ્લા 7 દિવસથી ઉપવાસ પર બેઠા હતા. આજરોજ અણ્ણા હઝારેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેદન્દ્ર ફડણવીસના હાથે પારણા કરી લીધા છે. સરકારે બાંહેધરી આપતા અણ્ણા હઝારે ઉપવાસ આંદોલન પુરુ કર્યું છે. સરકારે અણ્ણા હઝારેની માગ પુરી કરવાની બાહેધરી આપી છે.

અણ્ણા હજારે પારણા કર્યા બાદ જણાવ્યું કે સરકાર અમારી માગ છ મહિનામાં પુરી કરે. જો સરકાર દ્વારા છ મહિનાની અંદર અમારી માગ પુરી કરવામાં નહી આવે તો ઉપવાસ આંદોલન ફરી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સામાજીક કાર્યકર અણ્ણા હઝારે 23 માર્ચથી ઉપવાસ પર બેસી ગયા હતા અને આજરોજ ઉપવાસનો સાતમો દિવસ હતો.

You might also like