અન્નાને પોતાના જ એનજીઓમાંથી સસ્પેન્ડ કરી દેવાયા, લેશે કોર્ટની શરણ

નવી દિલ્હી: દેશમાંથી જે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે અન્ના હજારેએ આંદોલનની શરૂઆત કરી હતી આજે તે શબ્દને કારણે જ તેમને પોતાના જ એનજીઓમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પુણેના જોઇન્ટ કમિશ્નર એમસજી ડિગેએ ભ્રષ્ટાચાર વિરોધી જન આંદોલન ન્યાસના નામ હેઠળ ચાલી રહેલી અન્નાની સંસ્થામાંથી ભ્રષ્ટાચાર શબ્દને હટાવી દેવા કહ્યું હતું.

આ મામલે અન્ના હજારે તેમજ એનજીઓના અન્ય ટ્રસ્ટીઓને પાછલા વર્ષે જૂન મહિનામાં નોટિસ મોકવામાં આવી હતી. જેમાં એનજીઓના નામમાંથી ભ્રષ્ટાચાર શબ્દને હટાવી લેવા કહ્યું હતું. અન્ના હજારેએ આ આદેશને માન્યો નહોતો. તેની પાછળ એવું કારણ આપવામાં આવ્યું હતું કે ભ્રષ્ટાચાર હટાવવો તે સરકારનું કામ છે એનજીઓનું નહી. તેથી હવે અન્ના હજારે તેમજ આ સંસ્થાના ટ્રસ્ટીઓને
તેમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. જોકે અન્ના હજારેના એનજીઓએ હવે આ આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં જવાનું નક્કી કરી લીધું છે.

You might also like