પ્રેમિકાને ચબુતરામાં ચણનારે માતા – પિતાની પણ હત્યા કરી હતી

ભોપાલ : પ્રેમિકાની હત્યા કરીને તેને ચબુતરામાં દફન કરનાર ઉદયે તેનાં માતા પિતાની પણ હત્યા કરી નાખી હોવાનો ચોંકવાનો ખુલાસો થયો છે. શનિવારે પોલીસ પુછપરછમાં તેણે જણવ્યું કે 2011માં માતા – પિતાની હત્યા કરીને તેમને પણ ઘરના આંગણામાં દફનાવી દીધા હતા. વધુમાં ઉદયે જણાવ્યું કે મૃતદેહને ચબુતરામાં દફનાવવાનો આઇડિયા તેણે એક અંગ્રેજી ચેનલ પર મળતી વોકિંગ ડેથ સીરિયલ જોઇને આવ્યો હતો.

યુવકે ચબુતરા પર એક ફાંસીનો ફંદો લટકાવી રાખ્યો હતો. તે પોતે પણ આત્મહત્યા કરવા માંગતો હતો જો કે હિંમત નહી થઇ જવાનાં કારણે તે કરી શક્યો નહોતો. અત્રે નોંધનીય છે કે 14 જુલાઇ 2016ની રાત્રે આકાંક્ષા અને ઉદયન વચ્ચે ઝઘડો થયો હતો. આકાંક્ષા ઝગડા બાદ ઉઘી ગઇ હતી જો કે ઉદય આખી રાત જાગીને તેને મારવાનો પ્લાન બનાવતો રહ્યો હતો.

15 જુલાઇએ સવારે તેણે આકાંક્ષાને મારીને તકિયા વડે તેને મારી દીધો હતો. જ્યાં સુક્ષી આકાંક્ષા મરી ન ગઇ તેવી ખાતરી થઇ ત્યા સુધી તેણે તકીયો દબાવી રાખ્યો. ત્યાર બાદ પણ ગુસ્સો શાંત નહી થતા તેણે પોતાના હાથથી તેનું ગળુ દબાવ્યું હતું.
આકાંક્ષાની હત્યા બાદ તે શબને બીજા રૂમમાં લઇ ગયો. જૂના બોક્સ ખાલી કરી તેનુ શબ નાખ્યુ. આશરે એક કલાક બાદ તેણે બોક્સમાં સિમેન્ટનું મિશ્રણ મેળવી દીધું. બોક્સને ચબુતરામાં દફનાવી દીધું. તેણે કુલ 14 બોરી સીમેન્ટનો ઉપયોગ કર્યો.

You might also like