દ.આફ્રિકામાં અંકલેશ્વરના યુવાનની ગોળીમારી હત્યા

અમદાવાદ: ગુજરાતી લોકો જે વિદેશમાં વસે છે તેના પર જીવલેણ હુમલો થયો હોય, તેની હત્યા કરી નાંખવામાં આવી હોય તેા કિસ્સાઓ અનેક વાર જોવા મળ્યા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં ગુજરાતીઓ પર વધી રહેલા હુમલામાં વધુ એક ગુજરાતી યુવાન ખોવાયો છે. અંકલેશ્વરના રવિન્દ્રા ગામનો દક્ષિણ આફ્રિકામાં રહેતા યુવાનની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી છે.

છેલ્લા આઠ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયેલા ૩૮ વર્ષીય અબ્દુલ સત્તાર સુલેમાન રોકની નીગ્રો યુવાનોએ લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે જ્યારે તેમના સ્ટોર પરથી ઘર તરફ ફરી રહ્યો હતો ત્યારે ઘર નજીક જ નીગ્રો યુવાનોએ તેમના પર ગોળીબાર કર્યો હતો અને તેના હાથમાં રહેલું બેગ છીનવીને ફરાર થઇ ગયા હતા. ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ ઘટનાને કારણે તેમના અંકલેશ્વર સ્થિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ પહેલા પણ ગુજરાતીઓ વિદેશની ધરતી પર પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં વલસાડના હરિયા ગામના માલવ દેસાઈ મૂળ ગુજરાતી હોઈ અમેરિકાની ગુજરાતી કમ્યુનિટીના કાર્યક્રમોમાં આવતા જતાં તેનો પરિચય ફ્લોરિડામાં ટોબેકો સ્ટોર નામની દુકાન ચલાવતા વડોદરાના આ મિત્રની સ્ટોર સંભાળવા માટે રજા લઇને નોર્થ કેરોલીનાથી આવ્યો હતો ત્યાં તેના માથા અને ખભાના ભાગે ગોળી મારી હતી. છઠ્ઠી ફેબ્રુઆરીએ ૫૭ વર્ષીય સુરેશભાઈ પટેલ પર પોલીસે બળ પ્રયોગ કર્યો હતો જેના કારણે તેઓ આંશિકરુપે લકવાગ્રસ્ત થઇ ગયા છે.

સુરેશભાઈ પટેલ પર થયેલા હુમલા અંગે વિશ્વભરમાં ઓબામા સરકારની ટિકા થઇ હતી. અમેરિકામાં સ્થાયી ચરોતરના અમિત પટેલ પર ટેક્સાસમાં બીજી મેના રોજ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ટેક્સાસમાં બીજી મેના દિવસે ધર્મજના એક મહિલા પર અશ્વેત ઇસમે ફાયરિંગ કર્યું હતું.

આણંદ જિલ્લાના બોરસદના ૩૯ વર્ષીય સંજય પટેલ પર છઠ્ઠી માર્ચે બે બુકાનીધારી શખ્સોએ લૂટના ઇરાદે ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી હતી. અમેરિકના નોર્થ કેરોલિનામાં મૂળ ગુજરાતના વતની એવા બિઝનેસમેન આશિષ પટેલ પર અજાણ્યા શખ્સોએ ૨૨મી માર્ચને ફાયરિંગ કર્યું હતું.

You might also like