બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે સુશાંતની ગર્લફ્રેન્ડ, અજમેર શરીફમાં દુઆ માંગી

ટીવીની ફેવરિટ વહુ અંકિતા લોખંડે હવે બોલિવૂડની હિન્દી ફિલ્મમાં જોવા મળશે. અંકિતા હવે કંગના રાણાવતની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વિન ઑફ ઝાંસી’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. પોતાની પહેલી ફિલ્મની સફળતા માટે અંકિતાએ અજમેર શરીફમાં દુઆ માંગી હતી.

અંકિતાએ અજમેર શરીફની દરગાહ પર માથું નમાવી ચાદર ચઢાવી હતી. તેણે ત્યાં દોરો પણ બાંધ્યો હતો. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મનો અંકિતાનો લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. અંકિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફિલ્મનો લુક શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘ઝલકારી બાઈ મોર્ડન મેનના દિલ સુધી પહોંચવાનો રસ્તો જાણે છે.’

જો કે પોતાના પાત્ર વિશે વાત કરતાં અંકિતા કહે છે કે, ‘મેં ઝલકારી બાઈ વિશે ક્યારેય સાંભળ્યું નથી, પરંતુ ભારતના ઈતિહાસમાં તે મોટી યૌદ્ધા હતી. જે મારા માટે ગર્વની વાત છે કે હું પરદા પર તેનું પાત્ર ભજવી રહી છું.’

ઉલ્લેખનીય છે કે ‘મણિકર્ણિકા’ ફિલ્મમાં કંગના રાણાવત રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મના યુદ્ધના દ્રશ્યો માટે કંગના તાલીમ પણ લઈ રહી છે.

You might also like