Video: એવું શું થયું કે, અભિનેત્રી અંકિતા લોખંડે રસ્તા પર જ નાચવા લાગી..!

ટીવી પર જાણીતી બનેલી અભિનેત્રી અંકિતા લોખંડેનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે દુબઈના રસ્તા પર નાચતી જોવા મળી રહી છે. અંકિતાએ પોતાનો ડાન્સ કરતો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

મસ્તમોલા અંદાજની અંકિતાએ દુબઈના બોલિવૂડ પાર્કમાં ફની અંદાજમાં ડાન્સ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ટીવી સિરીયલ ‘પવિત્ર રિશ્તા’ બાદ ઘણા સમય બાદ અંકિતા હવે બોલિવૂડના પરદે જોવા મળશે.

અંકિતા લોખંડે હવે ‘મણિકર્ણિકા’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના રાણાવત લીડ રોલ કરી રહી છે. કંગના આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈનો રોલ કરી રહી છે. અંકિતા લોખંડે આ ફિલ્મમાં ઝલકારીબાઈનો રોલ કરી રહી છે, જેનો રાણી લક્ષ્મીબાઈની સેનામાં મહત્વનો રોલ હતો. આ ફિલ્મની કહાની ‘બાહુબલી’ ના રાઈટર કેવી વિજ્યેન્દ્ર પ્રસાદે લખી છે.

ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં ચીમાજી અપ્પાનો રોલ કરી ચૂકેલ પૂરણ સિંહ મણિકર્ણિકા ફિલ્મમાં અંકિતા સાથે રોમાન્સ કરશે. આ ઉપરાંત અંકિતા સંજય દત્ત સાથે ફિલ્મ ‘મલંગ’માં પણ કામ કરશે.

You might also like