તમને હિન્દી ફિલ્મોનું આ ‘ભૂત’ કેરેક્ટર યાદ છે? જેમનાથી દર્શકો ડરી જતા હતા!

70 અને 80ના દાયકામાં બનેલી હૉરર ફિલ્મોમાં ભૂત બનીને લોકોને ડરાવતા અભિનેતા અનિરુદ્ધ અગ્રવાલ તો તમને યાદ જ હશે. જો કે તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી ફિલ્મોમાંથી અલગ થઈ ગયા છે અને સાદું જીવન જીવી રહ્યા છે.

અનિરુદ્ધ અગ્રવાલે ‘પુરાના મંદિર’ અને ‘બંધ દરવાજા’ જેવી ફિલ્મોમાં પોતાની લાલ આંખો કરીને ખૂંખાર ચહેરાથી દર્શકોને ડરાવનાર આ ભૂતને કોઈ ભૂલી શકે તેમ નથી. અનિરુદ્ધ ભૂત સિવાય પણ ફિલ્મોમાં વિલનના રોલ પણ કર્યાં છે. ઉપરાંત અનિરુદ્ધની લાંબી હાઈટ પણ તેમને સૌથી અલગ બનાવતી હતી.

જો કે સમયની સાથે સાથે અનિરુદ્ધની આ લંબાઈ તેમના માટે પરેશાની બની ગઈ હતી. આટલી બધી હાઈટ હોવાથી તેમને કમરમાં તકલીફ થવા લાગી હતી. તેમને કમરમાં એટલી બધી તકલીફ થવા લાગી હતી કે, તેઓ ફિલ્મમાં કામ કરી જ ન શક્યા.

ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધે રુડકીથી સિવિલ એન્જિનિયરીંગ કર્યું હતું. જો કે અભિનય પ્રત્યે રૂચિ હોવાથી તેઓ મુંબઈ જતા રહ્યા હતા. જો કે તેઓ મુંબઈમાં કામ શોધી રહ્યા હતા, ત્યારે તેમના ખિસ્સામાં માત્ર 100 રૂપિયા હતા, જેથી તેમણે ભૂતનો રોલ પણ સ્વીકારી દી

You might also like