માણસોની જેમ જાનવરો પણ દુખી થઇને આત્મહત્યા કરે છે!

દુખી માણસો તો આત્મહત્યા કરે છે તે વાત તો બધાને ખબર છે પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે દુખી જાનવરો પણ આત્મહત્યા કરતાં હોય. દુનિયામાં એવા અનેક ચોંકવનારા કિસ્સાઓ મળ્યાં છે જે તે બાબતનું પ્રમાણ આપે છે કે પ્રાણીઓ પણ આત્મહત્યા કરે છે.

ડોલફિન..જેણે પોતાના ટ્રેનરના ખોળામાં સુસાઇડ કર્યું
40 વર્ષ પહેલાં ડોલફિન ટ્રેનર Richard o’bray એ જોયું હતું કે કૈથી નામની એક ડોલફિને 1960માં એક ટીવી શો દરમિયાન ફ્લિપરમાં પોતાનો જીવ આપી દીધો હતો. ડોલ્ફિન અને વ્હેલ્સમાં વિશેષતા હોય છે કે તે આપણી જેમ શ્વાસ નથી લેતી. તેમનો દરેક શ્વાસ તેમનો સચેત પ્રયત્ન હોય છે. તે પોતાનું જીવન સમાપ્ત કરી શકે છે. રિચર્ડે કહ્યું કે, તે ખુબ દુખી હતી. તે મારી પાસે આવી. મારી આંખોમાં જોયું. તેણે એક શ્વાસ લીધો અને પછી ટેંકમાં ડુબી ગઇ.

animal 1
1500 ઘેટાઓએ એકસાથે પર્વત પરથી કુદકો માર્યો

2005માં તુર્કીમાં 1500 ઘેટાઓ એક સાથે પહાડી પરથી કુદી ગયા હતા. જેમાં 450 ઘેટાઓનાં મોત થયા હતા જોકે અન્ય ઘેટા બચી ગયા હતા.

animal 2

કુતરાએ કર્યું સુસાઇડ
1845માં Illustrated London Newsએ એક રિપોર્ટ આપ્યો હતો જેમાં Newfoundland પ્રજાતિના એક બ્લેક ડોગે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ હતો. તે ડોગ ખુબ જ ચિંતામાં હતો અને તેણે પાણીમાં કુદીને ડુબવાનો પ્રયત્ન કર્યો હતો. ડોગને બચાવવા માટે તેને બાંધી દેવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે પણ તેને ખોલવામાં આવ્યો તે ફરીથી પાણીમાં કુદી ગયો હતો અને આખરે ડુબીને મરી ગયો હતો.

animal 3

રિંછે ખાવાનું છોડીને મોતને સ્વીકાર્યું
2012માં ચીનમાં એક રિંછે 10 દિવસ સુધી ખાવાનું છોડી દીધું હતું. પાછલા કેટલાક વર્ષોમાં ચીનમાં રિંછે આ રીતે આત્મહત્યા કરી હોવાના અનેક કેસ જોવા મળ્યાં છે.

animal 4

61 વ્હેલે એકસાથે કર્યું સુસાઇડ
નવેમ્બર 2011માં 61 વ્હેલ્સ માછલીઓ ન્યુઝીલેન્ડના બીચ પર આવી ગઇ હતી. જેમાંથી માત્ર 18ને જ બચાવી શકાઇ હતી. આ વ્હેલ્સે આવું કેમ કર્યું તે અંગે કંઇ જાણવા નહોતુ મળ્યું. પરંતુ એક થિયરી અનુસાર જો એક વ્હેલ કંઇક આવું કરે તો બાકીની વ્હેલ્સ પણ તેનું અનુકરણ કરે છે.

animal 5

28 ગાયો એકસાથે કુદીને મરી ગઇ
ઓગષ્ટ 2009માં સ્વિત્ઝરલેન્ડમાં 28 ગાયો અને બળદ એક સાથે પર્વત પરથી કુદીને મરી ગયા હતા. જોકે આમ તો અલ્પાઇન વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ એકસાથે આટલી મોટી સંખ્યામાં ગાયોનું મૃત્યુ થવું તે દુર્લભ ઘટના હતી.

You might also like