Categories: Ajab Gajab

એનિમલ પ્રોટીન મોતનું કારણ બની શકે છે

શરીરની રચના અને પ્રકૃતિ પર્યાવરણ આધારિત છે. ફળફળાદિ, ધન-ધાન્ય એ સૌથી સાનુકૂળ ખોરાક છે. પણ વધુ પ્રોટીન મેળવવાની લાલચમાં માનવી વધુ ને વધુ મટન અને બીફ ખાવા લાગ્યો છે. અમદાવાદની જ વાત કરીએ તો છેલ્લાં વર્ષોમાં નોન-વેજિટેરિયન હોટેલ-રેસ્ટોરાંમાં બહોળો વધારો થયો છે. ઓબેસિટી (સ્થૂળતા)ના ખ્યાતનામ ડૉ. ગર્થ ડેવિસે માંસાહારને લઈને સંશોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “બીફ-મટન આરોગ્ય માટે નુકસાનકર્તા છે, તેનાથી મૃત્યુ થઈ શકે છે.”

ડેવિસે શરીર પર ખાદ્ય-ખોરાકની અસરને લઈને ‘પ્રોટિનહોલિક’ નામે એક બુક લખી છે. જેમાં તેમણે કહ્યું છે કે એનિમલ પ્રોટીન સ્વાસ્થ્યની દૃષ્ટિએ સૌથી ભયજનક છે. તેનાથી માત્ર ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી જ બીમારી થાય તેવું નથી પણ કેન્સર થવાની સંભાવના વધી જાય છે. માંસ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. તેના લીધે શરીરમાં સોજાની સાથે અગન બળતરા થાય છે. આ ઈન્ફ્લેમેશનના લીધે માનવી બીમારીઓમાં સપડાવા લાગે છે.

સંશોધનમાં એ જાણવા મળ્યું હતું કે એનિમલ પ્રોટીનના લીધે વજનમાં વધારો થાય છે. શરીર થાકી જાય છે અને તેની અસર મગજ પર થાય છે. માછલી અને ઈંડાંથી માંસ જેટલું નુકસાન નથી થતું પણ શ્રેષ્ઠ એ છે કે લોકો કંદમૂળ, ફળો અને ડાયફ્રૂટ ખાવાનું વધુ પસંદ કરે. પ્રોફેસર નીલ વર્નાલર્ડે કહ્યું હતું કે, “આ સંશોધન માનવ સ્વાસ્થ્ય માટે એક નવી ક્રાંતિ છે. આવનારા સમયમાં સંશોધનથી ખોરાકની બાબતમાં ઘણા બદલાવ આવશે.”

admin

Recent Posts

જો બે મહિના સુધી GST રિટર્ન નહીં ભરો તો ઈ-વે બિલ જનરેટ થશે નહીં

જીએસટી ચોરી પર સરકારે કડક વલણ અખત્યાર કરીને હવે સતત હવે સતત બે મહિના સુધી જીએસટી રિટર્ન ફાઇલ નહીં કરનારા…

3 mins ago

IPLમાં ધોની બન્યો બ્રેડમેનઃ 100થી વધુની સરેરાશથી રન બનાવી રહ્યો છે

મહેન્દ્રસિંહ ધોનીએ ભલે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ ઘણા સમય પહેલાં છોડી દીધી હોય, પરંતુ તે આજે પણ ભારતીય ક્રિકેટરોમાં સૌથી મોટો…

7 mins ago

હું એવું કોઇ કામ નહીં કરું કે કોઇના દિલને દુઃખ પહોંચેઃ અક્ષય કુમાર

અક્ષયકુમારની નવી ફિલ્મ 'કેસરી' સુપરહિટ સાબિત થઇ ગઇ છે. આ ફિલ્મ અલગ પ્રકારની ઐતિહાસિક ફિલ્મ હતી, જે ભારતના વીરને સમર્પિત…

15 mins ago

ચૂંટણી આવતાં વિપક્ષો EVMનો રાગ આલાપે છે

હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે રાજકીય પક્ષો અને કેટલાક લોકોએ ઇવીએમને બદનામ કરવાનો જાણે કે ઠેકો લીધો…

22 hours ago

મેન્ટેનન્સના ઝઘડામાં 600 હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ટલ્લે ચડી

પ્રહ્લાદનગર વિસ્તારના દેવઓરમ ટાવરમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કુંભકર્ણી નિદ્રામાંથી જાગ્રત થઈને શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગોની ફાયર સેફ્ટીની ચકાસણી…

23 hours ago

ચૂંટણી આચારસંહિતા હળવી થતાં મ્યુનિ. વહીવટી તંત્રમાં તોળાઇ રહેલા ફેરફાર

ગઇ કાલે લોકસભાની અમદાવાદ શહેર જિલ્લાની ત્રણ બેઠક સહિત રાજ્યની તમામ ર૬ બેઠકોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પતી ગયા બાદ જિલ્લા…

23 hours ago