એનિમલ હેલ્પલાઇન: પશુ પક્ષી સારવાર માટેના અગત્યના નંબર

અમદાવાદ, શુક્રવાર
ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પશુ પક્ષીઓની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર ‘કરુણા’ હેલ્પ લાઇન જાહેર સેવામાં મૂકવામાં આવી છે. અમદાવાદના દરેક વિસ્તારોને આવરી લેતી હેલ્પલાઇન ઉપરાંત રાજ્યભરના તમામ જિલ્લાના વિસ્તારોને હેલ્પલાઇન મદદે આવશે. અંદાજે ર૦૦થી વધુ હેલ્પલાઇન નંબર આગામી ૧૦ દિવસ માટે જાહેર કરાયા છે. ઉત્તરાયણ પર્વ સમયે પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા માટે જોકે અનેક જીવદયાપ્રેમીઓ પક્ષી બચાવો અભિયાન ચલાવે છે. ગત વર્ષે ૩પ૦૦થી વધુ પશુ પક્ષીની સારવાર ઉત્તરાયણ પર્વના અઠવાડિયા દરમ્યાન કરાઇ હતી. જિલ્લા કલેકટરને ‘કરુણા અભિયાનનું’ નેતૃત્વ સોંપાવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પશુપાલન અને વન વિભાગ દ્વારા ઘાયલ થયેલાં પક્ષીઓને હોસ્પિટલ સુધી લઇ જવાની વ્યવસ્થા કરાશે. ઉપરાંત તમામ પશુ ચિકિત્સકોની ટીમ કાર્યરત કરાઇ છે. જે દવાખાનામાં સારવાર અર્થે કાર્યરત રહેશે.
animal-help-line-1

You might also like