‘ધક ધક ગર્લ’ સાથે ફરી એક વાર રોમાંસ કરતો દેખાશે અનિલ કપૂર

18 વર્ષ પહેલાં (2000) માં રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘પુકાર’ માં માધુરી દિક્ષિત અને અનિલ કપૂર છેલ્લે મોટી સ્ક્રીન પર સાથે દેખાયા હતા. કહેવામાં આવ્યું હતું કે આ જોડી ફરી એક વાર ઈન્દ્ર કુમાર સાથે લઈને આવી રહ્યા છે. સૌથી લોકપ્રિય જોડીઓમાંની એક આ જોડી ફિલ્મ “ટોટલ ધમાલ’ માં સાથે અભિનય કરશે.

બંનેએ આજે ​​મુંબઈમાં આ એડવેન્ચર-કૉમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. કુમારે જણાવ્યું હતું કે, “26 વર્ષનાં ફિલ્મ કેરિયરમાં અમે ત્રણ ફરી એક સાથે શૂટિંગ કરી રહ્યા છીએ અને આ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે હું ખૂબ ઉત્સાહિત છું. આ ફિલ્મમાં, તેઓ હઝબંડ-વાઈફની ભૂમિકામાં જોવા મળશે. અનિલ કપૂરના પાત્રનું નામ અવિનાશ રાખવામાં આવ્યું છે અને આના કરતાં હું ફિલ્મ વિશે વધુ કંઈ કહી શકીશ નહીં.”

અજય દેવગણ, અરશદ વારસી, જાવેદ જાફરી, રિતેશ દેશમુખ, સંજય મિશ્રા, પિતોબાશે રવિવારથી શરૂ થતાં એક સોંગની શૂટિંગમાં જોડાશે. તે લોકો ચોક્કસપણે ‘ધક ધક ગર્લ’ સાથે નાચવા માટે નર્વસ હશે, અને તેમણે કહ્યું, ‘જો હું તેમની જગ્યાએ હોત તો પછી હું પણ નર્વસ હોત. અનિલ અને માધુરીએ ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે અને તેથી તેઓ નર્વસ ન હોવા જોઈએ પરંતુ બાકીની કાસ્ટ્સ જરૂર ડરી જશે.’

અનિલ અને માધુરી સાથે અઢળક ફિલ્મો સાથે કરી છે જેમકે ‘હિફાઝત’, ‘તેઝાબ’, ‘પરિંદા’, ‘રામ લખન’, ‘કિશન કન્હૈયા’, ‘બેટા’, ‘ખેલ’, ‘પુકાર’ સહિતનો સમાવેશ થાય છે. બંનેએ ‘દિલ તેરા આશીક’ અને ‘ઘરવાલી બહારવારી’ જેવા ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી છે. આગામી 15 દિવસ માટે, આ બંને કલાકારો કુમાર સાથે શૂટિંગ કરશે.

ઇન્દર કુમારે જણાવ્યું હતું કે ‘બેટા’ ના પ્રકાશનના એક અઠવાડિયા પહેલા ‘ધક ધક’ ગીતનું શૂટીંગ કર્યું હતું. આ ફિલ્મને પહેલાથી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને આ ગીતના કારણે પ્રમાણપત્રમાં વધુ સપ્લિમેન્ટ ઉમેરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘તે છેલ્લી ઘડીએ થયું અને આ જ ગીતે ઇતિહાસ રચી દિધું હતું. જ્યારે મેં આ ગીત જોયું હતું ત્યારે મને પણ આશ્ચર્ય થયું હતું.’

You might also like