કુંબલેએ કુલદીપનું સપનું સાકાર કર્યુંઃ શેન વોર્ન સાથે મુલાકાત કરાવી

પુણેઃ ભારતના મુખ્ય કોચ અનિલ કુંબલેએ એક સારી શરૂઆત કરતા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગદ સ્પિનર શેન વોર્નને બોલાવીને પોતાના યુવાન ખેલાડી કુલદીપ યાદવનું સપનું પૂરું કર્યું. કુંબલેએ પોતાના જૂના સાથી શેન વોર્નની મુલાકાત કુલદીપ યાદવ સાથે કરાવી હતી. આ મુલાકાતથી હજુ સુધી એક પણ ટેસ્ટ નહીં રમેલા કુલદીપ યાદવની ખુશીઓનો પાર નહોતો રહ્યો. વોર્ન ઉત્તર પ્રદેશના ખેલાડી કુલદીપ યાદવનો આદર્શ છે. કુલદીપની ઇચ્છા વોર્નને મળવાની હતી. કુલદીપના આ સપનાને કોચ કુંબલેએ સાકાર કર્યું.

વોર્ને કુલદીપને મળવા ઉપરાંત બોલિંગ ટિપ્સ પણ આપી હતી. જો બેંગલુરુ ટેસ્ટમાં કુલદીપને અંતિમ ઈલેવનમાં સ્થાન મળશે તો તેની પાસે વોર્નની ટિપ્સને અજમાવવાની તક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે પુણે ટેસ્ટના હીરો ઓ’કોફીને પણ આ પ્રવાસ પહેલાં ભારતીય મૂળના જ મોન્ટી પાનેસર અને ભારતના ભૂતપૂર્વ ખેલાડી શ્રીરામે ઘણી મદદ કરી હતી. શ્રીરામ ઓસ્ટ્રેલિયાના વર્તમાન પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો સપોર્ટ સ્ટાફ છે. કુલદીપને અંતિમ ઈલેવનમાં સ્થાન મળે તો હવે જોવાનું એ રહે છે કે શેન વોર્નની ટિપ્સ પોતાના જ દેશના ખેલાડીઓ સામે કેવીક કામ આવે છે.
http://sambhaavnews.com/

You might also like