હેડ કોચ તરીકે અનિલ કુંબલેની નિમણુંક : બીસીસીઆઇની વિધિવત્ત જાહેરાત

ધર્મશાલા: બીસીસીઆઇ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે ગુરૂવારે મોટી જાહેરાત કરતાં કહ્યું કે ટીમ ઇન્ડીયાને ગુરૂવારે સાંજ સુધી હેડ કોચ મળી જશે. સૂત્રોનું માનીએ તો અનિલ કુંબલે ટીમ ઇન્ડીયાના હેડ કોચ બની શકે છે જ્યારે રવિ શાસ્ત્રીને બેટીંગ કોચ બનાવવામાં આવી શકે છે. બીસીસીઆઇ અધ્યક્ષ અનુરાગ ઠાકુર, અજય શિર્કે અને સૌરવ ગાંગુલીએ તેને લઇને ચર્ચા કરી છે.

આ પહેલાં બુધવારે સમાચાર આવ્યા હતા કે કોચ માટે બનાવવામાં આવેલા સલાહકાર સમિતિ 24 જૂનને બીસીસીઆઇને પોતાનો અંતિમ રિપોર્ટ ધર્મશાલામાં બોર્ડની કાર્યકારિણીની બેઠક દરમિયાન સોંપશે. આ સમિતિમાં સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સામેલ છે.

કોચની દોડમાં પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી અને મહાન બોલર અનિલ કુંબલે સૌથી આગળ છે. આ ઉપરાંત પ્રવીણ આમરે અને લાલચંદ રાજપૂતે પણ સમિતિની સમક્ષ ઇન્ટરવ્યું આપ્યા છે. આ રેસમાં એકમાત્ર વિદેશ ટોમ મૂડી પણ છે.

અનિલ કુંબલે ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન છે અને તેમણે પોતાના ઝઘડાળુ સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. તેમના ક્યારેય ન હારવાના આત્મવિશ્વાસના લીધે ટીમ ઇન્ડીયાએ ઘણી મેચો જીતી છે. રવિ શાસ્ત્રીની વાત કરવામાં આવે તો તે ટીમ ઇન્ડીયાના ડાયરેક્ટ રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળમાં ટીમ ઇન્ડીયાએ સારું પ્રદર્શન કર્યું છે.

તમને જણાવી દઇએ કે આ સમિતિ 24 જૂનના રોજ પોતાનો રિપોર્ટ સોંપવાની હતી ત્યારબાદ ટીમ ઇન્ડીયાના આગામી કોચ અંગે નિર્ણય લેવાનો હતો. ભારતીય ટીમના કોચ પદ માટે બીસીસીઆઇને 57 અરજીઓ મળી હતી, જેમાંથી 21 લોકોની પસંદગી કરી સીએસીની પાસે મોકલવામાં આવી છે. પસંદગી સમિતિએ વર્તમાન ચેરમેન સંદીપ પાટીલને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવ્યા નથી.

You might also like