સોનમે હજી ઘણુ શીખવાનું બાકીઃ અનિલ કપૂર

સોનમ કપૂર બોલિવુડમાં ઘણી જ સફળ એકટર રહી છે. તે તેની એક્ટિંગ ઉપરાંત ફેશનસેન્સના કારણે પણ ઘણી લોકપ્રિય છે. તે હંમેશા અવનવા સ્ટાઇલીસ્ટ આઉટફિટ સાથે નવી ફેશનને ઇન્ટ્રોડ્યુઝ કરતી હોય છે. ત્યારે સફળતાની ઉંચાઇએ પહોંચેલી સોનમને એક્ટિંગમાં હજી પણ ઘણુ શીખવાનું બાકી છે, તેમ બોલીવુડના ઝકાસ અભિનેતા અનિલ કપૂર જણાવી રહ્યા છે.
અનિલ કપૂરે હાલમાં જ એક એવોર્ડ ફંકશનમાં જણાવ્યું હતું કે એક વ્યક્તિ દુનિયાનો સર્વશ્રેષ્ઠ અભિનેતા કે અભિનેત્રી ત્યારે જ બની શકે કે જ્યારે તે સતત કાંઇક શીખતો રહે. સોનમ પર પણ આજ વાત લાગુ પડે છે. એક કલાકારને તેના અભિનય માટે કેટલાય સારા કોમ્પિલેમેન્ટ્સ કેમ ન મળી રહ્યાં હોય પણ કલાકાર હંમેશા એક વિદ્યાર્થી જ હોય છે. એક્ટિંગ સાગર જેવી વિશાળ છે અને તમે ક્યારે પણ પૂર્ણ રીતે તેમાં પરીપૂર્ણ થઇ શકતા નથી. સતત શીખતો રહે તે જ સાચો કલાકર છે.  ઉલ્લેખનિય છે કે સોનમની હાલમાં નીરજા ફિલ્મ રિલિઝ થઇ છે. જેમાં તેના અભિનયની ખૂજ પ્રસંશા કરવામાં આવી રહી છે.

You might also like