Categories: Entertainment

નોટબંદીની અસર,બોલિવુડ એક્ટર અનિલ કપૂર પણ ATMની લાઇનમાં

મુંબઇઃ સરકારની નોટબંદીના નિર્ણયની અસર તમામ વર્ગ પર જોવા મળી રહી છે. સામાન્ય વ્યક્તિથી લઇને મોટી વ્યક્તિ તમામને નોટબંદીને કારણે બેંકની લાઇનો અને ATMની લાઇનોમાં ઉભા રહેવું પડ્યું છે. જેમાં બોલિવુડના દિગ્ગજો પણ બાકાત નથી. હાલમાં જ બોલિવુડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂર મુંબઇમાં એક ATMની બહાર લાઇનમાં ઉભા રહેલા જોવા મળ્યા.

ATMની બહાર પૈસાના ટ્રાન્ઝેક્શન માટે લાઇનો લાગેલી હતી. જ્યાં અનિલ કપૂર પણ લોકો સાથે ઉભા રહ્યા હતા. ત્યારે તેમના ફેન્સ ખૂબ જ ખુશ થઇ ગયા હતા અને તેમની સાથે સેલ્ફી લઇ રહ્યાં હતા. ફેન્સે અનિલ કપૂરને ટેગ કરતા સેલ્ફિ ટવિટર પર શેર કર્યા હતા. તો અનિલ કપૂરે પણ ફેન્સ દ્વારા શેર કરવામાં આવેલા ટવિટર પોસ્ટ સાથે લખ્યું ATMની બહાર લાઇનમાં સેલ્ફી લેતા, નોટબંદીનો હું આભારી છું કે મને તમારા જેવા ફેન્સ સાથે મળવાની તક મળી..

visit: sambhaavnews.com

Navin Sharma

Recent Posts

કાશ્મીરમાં ૨૪ કલાકમાં ચાર એન્કાઉન્ટરઃ લશ્કરના કમાન્ડર સહિત પાંચ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ચાર કેસ સામે આવ્યા છે. તાજેતરનું એન્કાઉન્ટર શોપિયા જિલ્લાના ઈમામ શાહબમાં શરૂ થયું…

6 mins ago

ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટઃ ૪૪નાં મોત

(એજન્સી) બીજિંગ: પૂર્વ ચીનના યાન્ચેંગમાં ગઈ કાલે એક કેમિકલ પ્લાન્ટમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. તેમાં અત્યાર સુધી ૪૪ લોકો મૃત્યુ…

7 mins ago

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

2 days ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

2 days ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

2 days ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

2 days ago