નોટબંદીની અસર,બોલિવુડ એક્ટર અનિલ કપૂર પણ ATMની લાઇનમાં

મુંબઇઃ સરકારની નોટબંદીના નિર્ણયની અસર તમામ વર્ગ પર જોવા મળી રહી છે. સામાન્ય વ્યક્તિથી લઇને મોટી વ્યક્તિ તમામને નોટબંદીને કારણે બેંકની લાઇનો અને ATMની લાઇનોમાં ઉભા રહેવું પડ્યું છે. જેમાં બોલિવુડના દિગ્ગજો પણ બાકાત નથી. હાલમાં જ બોલિવુડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂર મુંબઇમાં એક ATMની બહાર લાઇનમાં ઉભા રહેલા જોવા મળ્યા.

ATMની બહાર પૈસાના ટ્રાન્ઝેક્શન માટે લાઇનો લાગેલી હતી. જ્યાં અનિલ કપૂર પણ લોકો સાથે ઉભા રહ્યા હતા. ત્યારે તેમના ફેન્સ ખૂબ જ ખુશ થઇ ગયા હતા અને તેમની સાથે સેલ્ફી લઇ રહ્યાં હતા. ફેન્સે અનિલ કપૂરને ટેગ કરતા સેલ્ફિ ટવિટર પર શેર કર્યા હતા. તો અનિલ કપૂરે પણ ફેન્સ દ્વારા શેર કરવામાં આવેલા ટવિટર પોસ્ટ સાથે લખ્યું ATMની બહાર લાઇનમાં સેલ્ફી લેતા, નોટબંદીનો હું આભારી છું કે મને તમારા જેવા ફેન્સ સાથે મળવાની તક મળી..


visit: sambhaavnews.com

You might also like