અનિલ કપૂરે લગાવી ખતરનાક ‘રેસ’, સલમાનને આપશે ટક્કર…

અનિલ કપૂરે ફિલ્મી કેરિયરમાં 39 વર્ષ પૂરા કર્યા. તે બોલિવુડમાં 1979માં આવેલ ‘હમાે તુમ્હારે’ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકાથી પોતાની ફિલ્મી કારકિર્દિનો પ્રારંભકર્યો હતો.અનિલ કપૂર હાલમાં ‘રેસ-3’ની શૂટિંગમાં વ્યસ્ત છે. અનિલ કપૂરની ઉંમરને જોતા આજે પણ તેની એનર્જીને લઇને તમે તેની પ્રશંસા કરતાં થાકશો નહીં.

અનિલ કપૂરે ટ્વીટ કર્યું છે કે, “રેસ (ફિલ્મી) પરિવાર સાથે દસ વર્ષ પુરા થયા છે. તમારા બધાનો પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું અત્યારે એટલી એનર્જી અનુભવું છું જે પહેલા ક્યારેય અનુભવી નથી” આ પોસ્ટ સાથે અનિલ કપૂરે એક વિડિઓ પણ શેર કર્યો છે, જેમાં  અનિલ કપૂર કારમાં બેસીને બાઇક સાથે રેસ લગાવે છે.

હાલમાં ‘રેસ 3’ ફિલ્મનું શૂટિંગ અબૂ ધાબીમાં છેલ્લા સ્ટેજ પર છે. ‘રેસ 3’ ફિલ્મ 2008માં રિલીઝ થયેલા ફિલ્મ ‘રેસ’ની સિકવન્સ છે. જેમાં ‘રેસ 2’ અને હવે ‘રેસ 3’ ફિલ્મ રિલીઝ થવા તૈયાર છે. ‘રેસ’ ફિલ્મના ત્રણેય સિકવલમાં અનિલ કપૂરની ભૂમિકા છે. થોડા દિવસો પહેલા અનિલ કપૂરની તસ્વીર આ ફિલ્મના સેટ પરથી લીક થઈ હતી, જેમાં તે કેદીના ડ્રેસમાં દેખાયા હતા. નોંધપાત્ર રીતે ‘રેસ 3’માં મોટાભાગની સ્ટારકાસ્ટ નવી છે. આ વખતે અનિલ કપૂર ઉપરાંત સલમાન ખાન, બોબી દેઓલ, ડેઝી શાહ અને જેક્લિન મુખ્ય ભૂમિકામાં છે.

‘રેસ 3’ આ જૂન મહિનામાં રિલીઝ થશે. તાજેતરમાં સલમાન, બોબી અને ડેઝીના ચહેરા સામે આવ્યા છે, આ સાથે સલમાનની અબુ ધાબીમાં શૂટિંગ વખતની તસવીરો પણ વાયરલ થઇ હતી જેમાં તે ગાડીઓથી રેસ લગાવતો જોવા મળે છે.

You might also like