હવે નવા એલજી સાથે પણ કેજરીવાલ યુદ્ધે ચડ્યા : DTC મુદ્દે ઉગ્ર ટપાટપી

નવી દિલ્હી : દિલ્હીના નવા ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે પણ સંબંધો સૌહાર્દપુર્ણ રહેવાના આસાર નથી જોવા મળી રહ્યા. બંન્ને વચ્ચે જંગ દિલ્હી પરિવહન નિગમ (ડીટીસી)નાં ભાડામાં કપાત કરવાની ફાઇલ દિલ્હી સરકારને મંજુરી પાછી લેવાની શરૂઆત થઇ ચુકી છે. દિલ્હી સરકારે પ્રદુષણ ઓછુ કરવાનાં ઉદ્દેશ્યથી લોકોનું વલણ જાહેર પરિવહન તરફ કરવા માટે પ્રાયોગિક રીતે જાન્યુઆરી મહિના દરમિયાન ડીટીસીની બસોના ભાડામાં 75 ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

સરકાર અને બિન એસીબસોનં ભાડામાં 5 રૂપિયા અને એબી બસોનાં ભાડામાં 10 રૂપિયા ઘટાડવા માંગતી હતી. પરિવહનમંત્રી સત્યેન્દ્ર જૈને ગત્ત મહિને તેની જાહેરાત કરી હતી. ઉપરાજ્યપાલની મંજુરી માટે ગત્ત અઠવાડીયે ફાઇલ મોકલવામાં આવી હતી. બૈજલે દિલ્હી સરકારને ફાઇલ પર પુનર્વિચાર કરવા માટે જણાવ્યું છે. સુત્રો અનુસાર ફાઇલ પરત કરવા પાછળ નાણા વિભાગની મંજુરી નહી લેવાનું માનવામાં આવી રહ્યું છે.

ડીટીસી પહેલા જ ભારે નુકસાનમાં છે. ડીટીસીએ મોટા પ્રમાણમાં લગભગ ચાર હજાર બસો છે અને 35 લાખથી વધારે લોકો રોજીંદી રીતે તેમા મુસાફરી કરી છે. ઉલ્લેખનીય છે કે ઉપરાજ્યપાલ નજીબ જંગ અને મુખ્યમંત્રી વચ્ચે અધિકારોનાં મુદ્દે સતત ટક્કરની પરિસ્થઇતી રહેતી હતી.

You might also like