વિજ સંકટ મુદ્દે અનિલ અંબાણીને આપ સરકારનો ચેતાવણીભર્યો પત્ર

નવી દિલ્હી: દિલ્હીના વિજમંત્રી સત્યેન્દ્ર જૈને રાષ્ટ્રીય રાજધાનીમાં સતત થઇ રહેલા વીજ કાપના સંબંધમાં રિલાયન્સ કંપનીના અધ્યક્ષ અનિલ ધીરૂભાઇ અંબાણીને આજે પત્ર લખીને આકરા શબ્દોમાં કહ્યું કે જો વિજળીની આર્પૂતિની વ્યવસ્થા દૂર કરવામાં નહી આવે તો તેમની સરકાર વિજ કંપની વિરૂદ્ધ આકરા પગલાં ભરવામાં પાછી પાની કરશે નહી.

સત્યેન્દ્ર જૈને વિજ કંપની બીએસઇએસના કામકાજ પર અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે બીએસઇએસ દિલ્લીવાસીઓની અપેક્ષા પર ખરા ઉતરવામાં નિષ્ફળ રહ્યાં છે અને કંપની પર ભ્રષ્ટાચાર અને નાણાકીય અનિયમિતાઓનો પણ આરોપ છે.

વિજમંત્રીએ અનિલ અંબાણીને તેમને તાત્કાલિક મુલાકાત કરવાની સાથે જ વિજળીની આર્પૂતિની સ્થિતિને ઠીક કરવા માટે એક નક્કર કાર્યયોજના પણ રજૂ કરવા માટે કહ્યું છે. પોતાના પત્રમં જૈને કહ્યું કે તમારી પાસે આશા છે કે તમે વિજળીના ટેરિફને ઓછા કરશો અને દિલ્હીમાં વિશ્વસ્તરીય વિજળી વ્યવસ્થાને સ્થાપિત કરશો અપ્રંતુ તમે તેમાં નિષ્ફળ રહ્યાં છો.

You might also like