અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, Rafael ડીલ મામલે

ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાફેલ ડીલ વિશે પત્ર લખ્યો છે. અંબાણીએ તે આરોપોને ફગાવ્યા હતા કે જેમાં કહેવામાં આવ્યું હતું કે રિલાયન્સ ગ્રુપ પાસે રાફેલ લડાકૂ જેટ ડીલ માટે અનુભવની ઉણપ છે.

અંબાણીએ તેએ પણ કહ્યું હતું કે, ફ્રાંસની ડસોલ્ટ દ્વારા તેમની કંપનીને સ્થાનિક ભાગીદાર રૂપે પસંદ કરવામાં સરકારે કોઈ ભૂમિકા ભજવી ન હતી. અંબાણીએ આ પત્ર 12 ડિસેમ્બર 2017માં લખ્યો હતો. જેમાં અંબાણીએ રાહુલ ગાંધીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું છે કે તેમના રિલાયન્સ ગ્રુપને અરબો ડોલરની આ ડીલ શા માટે મળી હતી.

ઉલ્લેખનીય છે કે રાફેલ ડીલને લઈને રાહુલ ગાંધી સતત સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે આ મામલે અનિલ અંબાણીએ દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમારી પાસે જરૂરી અનુભવ નથી પરંતુ રક્ષા ઉત્પાદનના અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રમાં અમે સૌથી આગળ છીએ.

ગુજરાતની ચૂંટણી દરમ્યાન રાફેલ ડીલને લઈને માહોલ ભારે ગરમાયો હતો. અંબાણીએ પત્રમાં કહ્યું છે કે ગુજરાતના પીપાવામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટું શિપયાર્ડ છે. જેમાં ભારતીય નૌસેના માટે 5 નેવલ આફશોર પેટ્રોલ વેસલ્સનું ઉત્પાદન ચાલી રહ્યું છે. જ્યારે ભારતીય તટરક્ષકો માટે 14 ફાસ્ટ પેટ્રોલ જહાજ બનાવવામાં આવી રહ્યા છે.

તેણે કહ્યું કે રાફેલ ડીલમાં 36 લડાકુ વિમાનનું ઉત્પાદન ફ્રાંસમાં થશે. ફ્રાંસની ડસોલ્ટ કંપનીએ રિલાયન્સ ગ્રુપને સ્થાનિક ભાગીદારી રૂપે પસંદ કર્યા હતા. જેમાં સરકારની કોઈ ભૂમિકા નથી. મહત્વનું છે કે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે રાફેલ ડીલમાં યુપીએ સરકાર પ્રતિ વિમાન માટે વધુ કિંમત ચુકવવી પડે છે. યુપીએ સરકારની સમજૂતિ રદ્દ કરીને ફ્રાંસ સાથે નવી સમજૂતિ કરવા પાછળ ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

You might also like