ભારતીય ગોલ્ફને નવી ઊંચાઈએ લઈ ગયો અનિર્બાન લાહિરી

નવી દિલ્હીઃ અનિર્બાન લાહિરીએ આ વર્ષે ભારતીય ગોલ્ફને નવી ઊંચાઈ સુધી પહોંચાડી દેતાં બે યુરોપીય ટૂર ખિતાબ જીત્યા અને એક મેજર ટૂર્નામેન્ટમાં પાંચમા સ્થાને રહ્યાે. આ વર્ષે એશિયા, અમેરિકા અને યુરોપમાં ઘણી ટૂર્નામેન્ટોમાં ભાગ લેનારા લાહિરીએ ઇન્ડિયન ઓપન અને મેબેન્ક મલેશિયા ઓપન ખિતાબ જીત્યા, જ્યારે પીજીએ ચેમ્પિયનશિપમાં પાંચમા સ્થાને રહ્યાે. તેણે પ્રેસિડેન્ટ્સ કપ માટે ક્વોલિફાય કર્યું, એશિયન ઓર્ડર ઓફ મેરિટમાં ટોચના સ્થાને રહ્યો અને વિશ્વ રેન્કિંગમાં કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૩૪મા સ્થાન સુધી પહોંચ્યો.

દિલ્હીના વિરાગકુમારે પણ ફિટનેસ સમસ્યાઓને અલવિદા કહેતાં દિલ્હી ગોલ્ફ ક્લબ પર પેનાસોનિક ઓપન જીતી, જ્યારે જીવ મિલ્ખાસિંહ અને અર્જુન અટવાલ જેવા ધુરંધરો ફોર્મ હાંસલ કરવા માટે ઝઝૂમતા રહ્યા.

ગત વર્ષે યુરોપીય ટૂર કાર્ડ હાંસલ કરનારા લાહિરીએ મેબેન્ક મલેશિયા ઓપનમાં પહેલી સત્તાવાર જીત નોંધાવી. તેણે બર્નડ વીસબર્ગરને એક સ્ટ્રોકથી હરાવ્યો. ત્યાર બાદ હીરો ઇન્ડિયન ઓપન ખિતાબ જીત્યો, જે પોતાની ધરતી તેનો બીજો યુરોપીય ટૂર ખિતાબ છે.

ત્યાર બાદ લાહિરીએ ૨૦૧૫ યુએસ માસ્ટર્સ માટે ક્વોલિફાય કર્યું અને જીવ તથા અટવાલ બાદ આ શ્રેય હાંસલ કરનાર ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો. તે એપ્રિલમાં આગસ્ટા નેશનલ ગોલ્ફ ક્લબમાં પહેલી વાર રમતાં ૪૯મા સ્થાને રહ્યો.

લાહિરી અને શિવ કપૂર યુએસ ઓપન કટમાં પ્રવેશથી ચૂકી ગયા. ત્યાર બાદ સ્કોટલેન્ડમાં સિઝનનો ત્રીજો મેજર રમ્યા અને સંયુક્તરૂપે ૩૧મા સ્થાન પર રહ્યા. તે વિસલિંગ સ્ટ્રેટ્સમાં પીજીએ ચેમ્પિયનશિપમાં સંયુક્ત રીતે પાંચમા સ્થાને રહ્યો. લાહિરી ૨૦૧૫ પ્રેસિડેન્ટ્સ કપ ટીમમાં સ્થાન મેળવનાર પહેલો ભારતીય રહ્યો, જોકે પહેલી જ મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો, જ્યારે બીજી અને ત્રીજી સિઝનમાં તે બહાર રહ્યો.

અનિર્બાન લાહિરી ઓમેગા યુરોપીય માસ્ટર્સમાં પાંચમા, વેનેટિયન મકાઈ ઓપનમાં બીજા અને યુબીએસ હોંગકોંગ ઓપનમાં સાતમા સ્થાને રહ્યો. ભારતના એસએસપી ચૌરસિયા એશિયામાં ૧૩ ટૂર્નામેન્ટમાંથી પાંચમા ટોપ-10માં રહ્યો, જ્યારે જ્યોતિ રંધાવા બોમાં ટોપ-10માં સ્થાન મેળવી શક્યો. ગગનજીત ભુલ્લર એશિયામાં ૧૭ ટૂર્નામેન્ટ રમ્યો અને ફક્ત એકમાં ટોપ-10માં રહ્યો. રાહિલ ગંગજી ૧૮ ટૂર્નામેન્ટમાંથી ૧૦મા કટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો અને વિશ્વ મનિલા માસ્ટર્સમાં સંયુક્ત રીતે પાંચમા સ્થાને રહ્યો.

જીવ એશિયામાં નવમાંથી ફક્ત ત્રણ ટૂર્નામેન્ટમાં કટમાં પ્રવેશ મેળવી શક્યો. અર્જુન અટવાલે યુરોપીય ટૂર પર પાંચ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો અને બેમાં કટમાં પ્રવેશ કરીને બંનેમાં સંયુક્ત ૩૧મા સ્થાન પર રહ્યો. એસ. ચિકારંગપ્પા, હિંમત રાવ, અંગત ચીમા અને અભિજિત ચઢ્ઢા જેવા યુવાન ખેલાડીઓ પણ એશિયન ટૂર કાર્ડ હાંસલ કરવામાં સફળ રહ્યા.

You might also like