બ્રાઝિલની ટીમ બસ પર નારાજ ચાહકોએ ઈંડાં-પથ્થર ફેંક્યાં

રિયોઃ ફિફા વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ સામે હાર બાદ સ્વદેશ પાછી ફરેલી પાંચ વારની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલની ટીમ બસ પર નારાજ પ્રશંસકો દ્વારા ઈંડાં અને પથ્થર ફેંકવાનો એક વીડિયો વાઇરલ થયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે બ્રાઝિલની ટીમ ગત રવિવારે રશિયાથી બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચી ત્યારે નારાજ પ્રશંસકોએ તેઓનું સ્વાગત આવી રીતે કર્યું હતું.

વાઇરલ થઈ રહેલા વીડિયોમાં ચાહકો બ્રાઝિલની ટીમ બસ પર ઈંડાં અને પથ્થર ફેંકતા જોવા મળી રહ્યા છે. પથ્થરમારાને કારણે બસને રોકવાની ફરજ પડી હતી. એટલે સુધી કે જ્યારે ટીમની બસ ત્યાંથી ચાલી ગઈ તો પણ ગુસ્સે થયેલા પ્રશંસકોએ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો. આને કારણે પોલીસને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

You might also like