નાની વાતમાં ગુસ્સે થવાથી શરીરમાં ઈન્ફેક્શન વધે છે

કોઈકની જરાઅમથી કમેન્ટથી તમારો પિત્તો ઊછળી જાય છે? કંઈ વાત ન હોય છતાં ગુસ્સો માથે છવાઈ જાય છે? હાઈવે પર કોઈ ખોટી રીતે તમને ઓવરટેક કરીને અાગળ જાય ત્યારે જબ્બર ક્રોધથી તમારું લોહી ઊકળી ઊઠે છે? અા તો કેટલાંક ઉદાહરણ છે, પણ કારણ સાથે કે વગર કારણે વારંવાર ગુસ્સો, ક્રોધ અાવી જવાનો સ્વભાવ હોય તો ચેતો. એનાથી હાર્ટઅટેક અને હાર્ટડિસિઝનું જોખમ વધે છે એવું તો ઘણાં વર્ષો પહેલાંથી કહેવાતું અાવ્યું છે. હવે રિસર્ચરોનું કહેવું છે કે વારંવારના ગુસ્સાથી શરીરમાં ઈન્ફેક્શન થવાના ચાન્સિસ પણ વધી જાય છે. ક્રોધી સ્વભાવ ધરાવતા લોકોને ઈન્ફેક્શન થયેલું હોય એ ક્યોર થવામાં પણ વાર લાગે છે. ગુસ્સો અાવવો એ કુદરતી અને જરૂરી સર્વાઈવલ વૃત્તિનો જ ભાગ છે જે અાપણને તરત સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઉશ્કેરે છે.

You might also like