બોલવા ન દેવા પર માયા લાલ, રાજીનામાની આપી ધમકી

નવી દિલ્હી: સંસદનું મોનસૂન સત્ર શરૂ થતાં જ વિપક્ષના સરકાર પર પ્રહારો કરવાનું શરૂ થઇ ગયું છે. આ સત્રનો પહેલો પ્રહાર માયાવતીએ કર્યો. રાજ્યસભમાં માયાવતીએ સરકાર પર નિશાન સાધ્યું, તો બીજી બાજુ પૂરી વાત ના કરવા દેવા પર એ ઉપરાષ્ટ્રપતિથી પણ નારાજ થઇ ગઇ. માયાવતી નારાજ થઇને રાજ્યસભાની બહાર ચાલી ગઇ અને રાજીનામું આપવાની વાત કરી દીધી. બહુજન પાર્ટીની સુપ્રીમો અને ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીનો રાજ્યસભામાં કાર્યકાળ એપ્રિલ 2018માં પૂરો થઇ રહ્યો છે. પ્રદેશની વિધાનસભામાંં પાર્ટીની પાસે એટલા આંકડા નથી કે એ ફરીથી 2018માં ફરીથી એક વાર રાજ્યસભામાં પહોંચી શકે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાના 2007ની ચૂંટણીમાં બહુજન પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યા અને પાર્ટીના વોટ શેર પણ 30 ટકાથી વધારે રહ્યો. આ આંકડા પ્રદેશની રાજનીતિમાં માયાવતી માટે એટલા માટે મહત્વના રહ્યા કારણ કે એમને રાજ્યમાં એમના દલિત વોટ બેંક ઉપરાંત પણ ઉચ્ચ જાતિના લોકો પાસેથી વોટ મળ્યા અને એ પ્રદેશની સૌથી તાકાતવર મુખ્યમંત્રી તરીકે સત્તા પર કબ્જો મેળવ્યો.

2017માં રાજ્ય વિધાનસભાની 403 સીટોમાં એમની પાર્ટીએ માત્ર 19 સીટો પર જ જીત મેળવી. નોંધનીય છે કે 2018માં એક વખત ફરીથી રાજ્યસભામાં જવા માટે એમની પાસે માત્ર એક જ વિકલ્પ બચે છે કે એ સમાજવાદી પાર્ટી સાથે ગંઠબંધન કરી લે.

નોંધનીય છે કે દેશમાં નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે વોટિંગ પૂરું થઇ ચૂક્યું છે. જેશની સંસદ સહિત દરેક વિધાનસભામાં આ વોટિંગ કરાવવામાં આવ્યું છે. હરિફાઇ એનડીએના ઉમેજવાર રાજનાથ કોવિંદ અને વિપક્ષ ઉમેદવાર મીરા કુમારની વચ્ચે છે. વોટિંગ શરૂ થતાં જ બસપા સુપ્રીમો માયાવતીએ એક મોટું નિવેદન આપ્યું કે આ પહેલી વખત છે સત્તા અને વિપક્ષ બંને તરફથી દલિત ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. માયાવતીનું માનવું છે રે જીત અથવા હાર કોઇની પણ હોય પરંતુ એમના માટે મોટી વાત એ છે કે દેશના આગળના રાષ્ટ્રપતિ દવિત જ હશે.

http://sambhaavnews.com/

You might also like