આ MLAને જોઇ તમને થશે કે રાજકારણમાં આવ્યા અચ્છે દિન

નવી દિલ્હી : આસામમાં સર્વાનંદ સરકાર આવી ચુકી છે. હાલ તો ચારેબાજુ આનંદ આનંદ લાગી રહ્યો છે. જો કે આસામમાં રાજકારણનાં પણ અચ્છે દિન આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. સર્વાનંદ સરકારનાં ધારાસભ્ય અગૂરલતા ડેકાની તસ્વીરો જોઇને તમે ચક્કર ખાઇ જશો. બતદ્વોવા વિધાનસભાનાં ધારાસભ્ય કોઇ ઘરડો વૃદ્ધ નેતા નહી પરંતુ ખુબ જ સુંદર અભિનેત્રી અગૂરલતા છે. મોડેલિંગ બાદ પોલીટીક્સમાં આવનાર આ ધારાસભ્ય વિશે ફિલ્મમેકર રામગોપાલ વર્મા ટ્વીટ કર્યું છે.

ધારાસભ્યની જીત થયા બાદ તેની ચારેકોર ચર્ચા ચાલી રહી છે. રામગોપાલ વર્માએ પણ ટ્વિટ કરીને લખ્યું કે જો એમએલએ આવા દેખાતા હોય તો રાજકારણનાં તો સારા દિવસો નક્કી આવી જ ગયા છે. થેંક યુ અગુરલતાજી થેંક યુ મોદી પહેલીવાર અમને રાજકારણમાં કોઇ ચહેરો ગમ્યો છે. અત્રે નોંધનીય છે કે અગુરલતાએ ગૌતમ વોરાને પરાજય આપીને સીટ કબ્જે કરી છે. ગૌતમ વોરા આસામનાં રાજકારણમાં ઘણુ મોટુ માથુ ગણાય છે. હાલ સોશ્યલ મીડિયા પર તેની સુંદરતા અને તેના મોડેલિંગ સમયની તસ્વીરો વાઇરલ થઇ રહી છે.

ડેકાની જીત એટલા માટે મહત્વની માનવામાં આવે છે કારણ કે તેણે કોંગ્રેસનાં દિગ્ગજ નેતાને 6000 મતની સરસાઇથી પરાજય આપ્યો હતો. ડેકાની સીટ પર મુસ્લિમ બહુમતી છે. ત્યાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશમાંથી આવેલા લોકો વસે છે. ડેકા અગાઉ અભિનેત્રી તરીકે કામ કરી ચુક્યા છે. તેની બંગાળી ફિલ્મો અને આસામી ફિલ્મો ઘણી હીટ પણ રહી ચુકી છે. ડેકા આસામી સુપરસ્ટાર આકાશદિપ સાથે લગ્ન કર્યા છે. આકાશદીપ મોની દીપનાં નામથી ઓળખાય છે. બંન્નેએ ઘણી ફિલ્મો સાથે કરી છે.

You might also like