ડબ્લ્યુટીએનું રેન્કિંગ જાહેરઃ જર્મનીની એન્જલીક કર્બર ટોચ પર

નવી દિલ્હી: ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ જીતી જવાની સાથે જ યુક્રેનની એલિના સ્વિતોલિનાને મહિલા ટેનિસ સંઘ (ડબ્લ્યુટીએ)ના રેન્કિંગમાં ટોપ ટેન ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે. ડબ્લ્યુટીએનું લેટેસ્ટ રેન્કિંગ જારી કરવામાં આવ્યું છે. ઇટાલિયન ઓપનમાં મહિલા સિંગલ કેટેગરીની ફાઇનલમાં ર૦ વર્ષીય સ્વિતોલિનાએ સિમોના હાલેપને પરાસ્ત કરીને ટાઇટલ વિકટરી હાંસલ કરી હતી. આ અગાઉ સ્વિતોલિના વર્લ્ડ રેન્કિંગમાં ૧૧મા ક્રમે હતી, પરંતુ આ જીત બાદ હવે તે છઠ્ઠા ક્રમે પહોંચી ગઇ છે.

રે‌ન્કિંગમાં જર્મનીની એન્જેલિક કર્બર ૭૦૩પ સ્કોર સાથે પ્રથમ સ્થાને છે. અમેરિકાની સેરેના વિલિયમ્સ ૬૧૧૦ પોઈન્ટ સાથે બીજા અને ઝેક રિપબ્લિકની કેરોલિના ૬૧૦૦ પોઈન્ટ સાથે ત્રીજા, રોમાનિયાની હાલેપ પ૭૯૦ પોઇન્ટ સાથે ચોથા અને સ્પેનની ગાર્બિને મુગુરુજા પ૭૯૦ પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. એ જ રીતે ૪પ૭પ પોઇન્ટ સાથે યુક્રેનની એલિના સ્વિતોલિના છઠ્ઠા ક્રમે, સ્લોવેકિયાની ડોમિનિકા ચિબુલકોવા ૪૪૮૦ પોઇન્ટ સાથે સાતમા ક્રમે, બ્રિટનની લોહાના ૪૩૩૦ પોઇન્ટ સાથે આઠમા ક્રમે, રશિયાની શ્વેતલાના ૪૧૩૦ પોઈન્ટ સાથે નવમા ક્રમે અને પોલેન્ડની એગનિસ્કા ૪૦૯પ પોઇન્ટ સાથે દસમા સ્થાને જાહેર થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ રેન્કિંગ પ્રાપ્ત કરનાર ટેનિસ ખેલાડી વિકટોરિયા એજારિકા પુત્રના જન્મ બાદ હવે વિમ્બલ્ડન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ દ્વારા ટેનિસ કોર્ટ પર વાપસી કરવાની તૈયારીમાં છે.
http://sambhaavnews.com/

You might also like