આંગડિયા લૂંટ મામલોઃ ફરાર આરોપીને શોધવા પોલીસની ત્રણ ટીમ મહારાષ્ટ્રમાં

અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર ચાર દિવસ અગાઉ થયેલી રૂ.પાંચ કરોડ મતાની ચકચારી લૂંટ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે છ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ લંૂટના બનાવમાં કુલ ૧૫ લોકો
સામેલ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતની ભરવાડ ગેંગ અને મહારાષ્ટ્રની પવાર ગેંગના માણસોએ ભેગા મળી માણેકચોકમાં આવેલી ઈશ્વરદાસ બેચરદાસ આંગડિયા પેઢીમાં રેકી કરી હતી અને પૂર્વ આયોજિત કાવતરું રચી કરોડોની લૂંટનો પ્લાન બનાવી લૂંટ ચલાવી હતી. હાલમાં ગ્રામ્ય પોલીસે અન્ય આરોપીઓને શોધવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવી છે અને મુંબઈ પોલીસની મદદથી મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે મુખ્ય સૂત્રધાર ઘેલા ભરવાડ અને પવાર ગેંગના સુનીલ પવારના રિમાન્ડ મેળવી અને વધુ પૂછપરછ શરૂ કરી છે.

You might also like