પાંચ કરોડની આંગડિયા લૂંટમાં પવાર ગેંગના ત્રણ ઝડપાયા

અમદાવાદ: બાવળા-બગોદરા હાઇવે પર થયેલી રૂ. પાંચ કરોડની આંગડિયા પેઢીની લૂંટ મામલે ગ્રામ્ય પોલીસે પવાર ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લૂંટનો મુદ્દામાલ પણ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળાના ભાયલા ગામની સીમમાં ઇશ્વરદાસ બેચરદાસ આંગડિયા પેઢીની આઇશર ટ્રકને સ્વિફટ કારમાં આવેલા શખસોએ આંતરી રૂ. પાંચ કરોડની લૂં્ટ ચલાવી હતી. જેેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે મુદ્દામાલ સાથે છ આરોપીઓને ઝડપી લીધા હતા.

જ્યારે અન્ય આરોપીઓને ઝડપવા માટે બેથી ત્રણ ટીમને મહારાષ્ટ્ર તરફ રવાના કરવામાં આવી હતી. એસઓજી પી.એસ.આઇ. કોલાદરા અને રામાણીના નેતૃત્વ હેઠળની ટીમે પવાર ગેંગના ત્રણ આરોપીઓને મહારાષ્ટ્રથી દબોચી લીધા છે. પોલીસે તેઓ પાસેથી લૂંટનો કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાવળા આંગડિયા પેઢી લૂંટમાં ૧પ જેટલા શખ્સોએ ભેગા મળી અને લૂંટ ચલાવી હતી જેમાં છ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ થઇ છે.

You might also like