આંગડિયા પેઢીઓ સાથે ઠગાઇ કરનાર શખસ ઝડપાયો

અમદાવાદ: જુદી જુદી આંગડિયા પેઢી સાથે લાખોની ઠગાઇ કરી નાસી છૂટેલા શખસને રાજકોટ ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ સઘન તપાસ શરૂ કરી છે.  રાજકોટ, ગઢડા, અમદાવાદ અને વડોદરાની કેટલીક આંગડિયા પેઢીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલા રાજ ઉર્ફે વિમલ ઉર્ફે સંદીપ ખાંટ નામના શખસને પોલીસ છેલ્લા કેટલાક સમયથી શોધતી હતી. દરમ્યાનમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે આંગડિયા પેઢીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરનાર આ બહુનામધારી શખસ રાજકોટ ખાતે રેસકોર્ષ નજીક આવ્યો છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલીક પહોંચી જઇ ગુનેગારને આબાદ ઝડપી લીધો હતો. પકડાયેલા ગુનેગારે ત્રણ વર્ષ પહેલાં તેના સાઢુભાઇ સાથે મળી ગઢડાની એક આંગડિયા પેઢી સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરી હતી. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછ દરમ્યાન અનેક ગુનાના ભેદ ઉકેલાવાની સંભાવના છે.
http://sambhaavnews.com/

You might also like