એનીમિક બાળકોને મેલેરિયાનો ચેપ લાગવાની શકયતાઓ ઓછી

જેમના લોહીમાં આયર્ન ઓછું રહેતું હોય એવા બાળકોને મેલેરિયા થવાની શકયતા ઓછી છે. નવા અભ્યાસમાં કહેવાયું છે કે એનિમિયાને કારણે બાળકોને મેલેરિયાથી એક પ્રકારનું પ્રોટેકશન મળે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનના રિસર્ચરોએ સાબિત કર્યું છે કે ચિંતાજનક ધોરણે આયર્ન ‌ડેફિશ્યન્સી ધરાવતા બાળકોને ઝેરી મેલેરિયા થવાનું જોખમ ઓછું હોય છે. પ્લાઝમોડિયમ ફેલ્સીપારમ નામના વાઇરસ આયર્ન ઓછું હોય એવા લોહીમાં સર્વાઇવ નથી કરી શકતા જેને કારણે તેમને મેલેરિયા થવાની શકયતા ઘટી જાય છે. રિસર્ચરોનું કહેવું છે કે ઓછું આયર્ન મેલેરિયા સામે પ્રોટેક્ટિવ ઇફેકટ આપે છે પણ આજ બાળકોને જો આયર્નના સપ્લિમેન્ટસ આપવામાં આવે તો મેલેરિયા સામેના પ્રોટેક્ટિવ અસર ઓસરી જાય છે.
http://sambhaavnews.com/

You might also like