એન્ડ્રોઈડ-9 ‘પી’ને ‘પાઈ’ નામ અપાયુંઃ ગૂગલ પિક્સલમાં આજથી શરૂ

વોશિંગ્ટન: ગૂગલે આખરે પોતાની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમના ફાઇનલ વર્ઝનના નામની જાહેરાત કરી દીધી છે. ગૂગલે કહ્યું કે એન્ડ્રોઇડ પી હવે એન્ડ્રાઇડ પાઇના નામથી ઓળખાશે. ગૂગલ દરેક નવા એન્ડ્રોઇડ વર્ઝનને ડેઝર્ટના નામ આપવા માટે જાણીતું છે. આ પહેલાં એન્ડ્રોઇડનું માર્શ મેલો, ઓરિયો અને લોલિપોપ વર્ઝન આવી ચૂકયું છે.. એન્ડ્રોઇડ પીનું નામ કોઇ પોપ્યુલર ડેઝર્ટના નામ પર નથી, પરંતુ ગૂગલે પાઇ પર મહોર લગાવી દીધી છે.

ગૂગલની મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમનું નામ કોઇ ભારતીય ડીશ પર રખાય તે માટે હવે એક વર્ષની રાહ જોવી પડશે. એવું માનવામાં આવી રહ્યું હતું કે એન્ડ્રોઇડ ૯નું નામ પેડા કે પાઇસમ હશે, પરંતુ એવું થયું નથી.

નેક્સ્ટ જનરેશનનું એન્ડ્રોઇડ પી સૌ પ્રથમ ગૂગલ પિકસલ ફોનમાં ઉપલબ્ધ થશે. ગૂગલે માર્ચ મહિનામાં ગૂગલ પીના પ્રિવ્યૂ વર્ઝનની જાહેરાત કરી હતી. એન્ડ્રોઇડ ૯ પાઇ અને એન્ડ્રોઇડ ૯ દ્વારા ગૂગલ પોતાની મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમને આધુનિક બનાવશે. આ લેટેસ્ટ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આ વખતે મોટા ડિસ્પ્લે અને એજ ટુ એજ ડિસ્પ્લે દ્વારા સ્માર્ટ ફોનમાં જોવા મળશે જે આજે મોબાઇલ માર્કેટનો ટ્રેન્ડ છે.

એન્ડ્રોઇડ ૯ પાઇનું રિયલ ફિચર માત્ર જેસ્ચર સપોર્ટ કરવાનો નથી. આ ઉપરાંત તેમાં એક નવું ફિચર આવ્યું છે, જે તેને ખાસ બનાવે છે અને તે છે ડિજિટલ વેલબિંગ. તેના માધ્યમથી ગૂગલ તેના યુઝર્સને તેની સ્ક્રીન પર વધુ કંટ્રોલ આપવા ઇચ્છે છે. આ નવા ફીચરથી બેટરી લાઇફ વધશે અને ટેકનિકલ એડિકશન સામે રક્ષણ મળશે.

એન્ડ્રોઇડ પાઇના ફિચર્સ
• સ્પીકર અને ફ્રન્ટ સાથે અલગ સ્પેસ સાથે સપોર્ટ મળશે.
• સ્માર્ટ રિપ્લાય ફિચર દ્વારા મશીન લર્નિંગનો ઉપયોગ કરીને મેલ અને ચેટ માટે ઓટોમેટેડ જવાબ મળશે. આ ફિચરના આવવાથી મેસેજ ટાઇપ કરવાનો સમય બચશે.
• મેસેજ નોટિફિકેશનમાં તસવીરો પણ જોઇ શકાશે એવું પહેલા શક્ય ન હતું.
• નોટિફિકેશન ટ્રેથી જ જોઇ શકાશે કે કયો મેસેજ વન ટુ વન છે અને કયો ગ્રૂપ મેસેજ છે.
• ટાઇપિંગ કરતી વખતે વધુ સ્પષ્ટ લુક મળશે.
• વાઇફાઈ પ્રોટોકલ માટે પણ સપોર્ટ મળશે.
• તેના દ્વારા ડેવલોપર્સ એપ્સમાં ઇનડોર પોઝિશનિંગનો ફાયદો લઇ શકાશે.
• તસવીરો ટ્રાન્સફર થતી વખતે વધુ ડેટા બચશે અને હેન્ડ સેટમાં સ્પેસનો ઉપયોગ પણ ઘટશે. HEIF ઇમેજ એન્કોડિંગ સપોર્ટના કારણે આ શક્ય બનશે.

You might also like