રસેલે ગુલાબી બેટથી બેટિંગ કરી

જમૈકાઃ હાલ ડે-નાઇટ ટેસ્ટ ક્રિકેટને લઈને ગુલાબી બોલની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે, પરંતુ કોઈએ ગુલાબી બેટ અંગે વિચાર્યું નથી કે કોઈ ચર્ચા કરી નથી. એવામાં જો કોઈ બેટ્સમેન ગુલાબી બેટ લઈને મેદાનમાં બેટિંગ કરવા આવે એ વાત જ એક આશ્ચર્ય પૂરું પાડે છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં કંઈક આવું જ બન્યું, જ્યાં આન્દ્રે રસેલ ગુલાબી બેટ લઈને મેદાનમાં બેટિંગ કરવા ઊતરી આવ્યો.

રસેલ એમ પણ તેની અનોખી સ્ટાઇલ અને ફેશન માટે જાણીતો છે, પરંતુ ગુલાબી બેટે તો કમાલ જ કરી નાખી. રસેલના હાથમાં ગુલાબી બેટ જોઈના દુનિયાના બધા ક્રિકેટ ચાહકો આશ્ચર્યમાં પડી ગયા. જોકે એ વાત અલગ છે કે બેટ જરા નબળું નીકળ્યું અને ફક્ત બે જ દિવસ રસેલનો સાથ આપી શક્યું.

એક શોટ રમવાની કોશિશમાં બોલ તેના ગુલાબી બેટના નીચેના ભાગે અથડાયો અને બેટમાં તિરાડ પડી ગઈ ને રસેલે આખરે બેટ બદલવું પડ્યું. જોકે બેટ બદલ્યા પછી પણ તે આક્રમક બેટિંગ કરતો રહ્યો અને ૨૪ બોલમાં ૪૪ રન બનાવી નાખ્યા. રસેલ માટે આ બેટ સપાર્ટન કંપનીએ બનાવ્યું હતું અને રસેલે આ કંપની સાથે કરાર કર્યો છે.

You might also like